આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે ભારતમાં આવેલા કેટલાક રહસ્યમયી અને અનોખા શક્તિપીઠો પર નજર કરીએ, જેમના વિશે જાણી તમે હેરાન થઈ જશો.

મૈહર દેવીનું મંદિર : આ મંદિર મધ્યપ્રદેશના સતના જિલ્લામાં આવેલું છે, મંદિરમાં દેવીની પ્રથમ પૂજા પૂજારી નહીં પરંતુ તેમના ભક્ત ‘અલ્હા-ઉદલ’ કરે છે. સવારમાં મંદિર ખુલે છે ત્યારે રોજ દેવીની મૂર્તિ પાસે તાજા ફૂલો હોય છે.

મીનાક્ષી મંદિર : અહીં ભગવાન શિવે દેવી મીનાક્ષી સાથે લગ્ન કરવા સુંદરેશ્વર અવતાર લીધો હતો. ભારતની આ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં તમને ભગવાન શિવની હસતા ચહેરા સાથેની મૂર્તિ જોવા મળશે. અહીં હંમેશા મીનાક્ષી દેવીની પ્રથમ પૂજા થાય છે.

કરણી માતા મંદિર : આ મંદિર 20,000થી વધારે ઉંદરોનું ઘર છે. તેમને મારવા અથવા ઇજા પહોંચાડવાની મંજૂરી નથી. આ ઉંદરોને શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ ઉંદરો મા કરણીના પુનર્જન્મના સંબંધી છે; ખાસ કરીને સફેદ ઉંદર તેમના પુત્રો છે.

જ્વાલા દેવીનું મંદિર : હિમાચલ પ્રદેશમાં આવેલું આ મંદિર અનોખું છે. મંદિરમાં માતાજી કોઇ મૂર્તિ સ્વરૂપે નહીં પણ જ્યોતિ સ્વરૂપે બિરાજમાન છે. અહીં માતાજીની સાત જ્યોતિ હજારો વર્ષોથી તેલ કે ઘી વગર પ્રગટી રહી છે.

શ્રી કુરુમ્બા ભગવતી મંદિર : આ મંદિરમાં ભક્તો દેવીને અપશબ્દો બોલીને પ્રવેશ કરે છે. તેઓ હાથમાં તલવાર લઈને આવે છે અને પોતાના માથામાં ફટકારે છે. એકવાર તહેવાર સમાપ્ત થઈ જાય, પછી મંદિર લોહીના ડાઘા સાફ કરવા માટે બંધ રહે છે.

ધારીમાતા મંદિર : શ્રીનગરથી 14 કિમી દૂર આવેલા ધારી માતા મંદિરની મૂર્તિ દિવસમાં ત્રણ વાર પોતાનું રૂપ બદલે છે. મૂર્તિ સવારે કિશોરી, બપોરે યુવતી અને સાંજે ઘરડી મહિલાના રૂપમાં દેખાય છે. આ રહસ્ય આજદિન સુધી અકબંધ છે.

કામાખ્યા મંદિર, આસામ : ગુવાહાટીમાં આવેલું આ મંદિર મંત્ર-તંત્રની સાધના માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અહીં સ્થળે સતી માતાના યોની પ્રદેશની પૂજા કરવામાં આવે છે. અહીં માતાજી માસિકધર્મમાં આવે છે.

More Web Stories