ઉનાળુ વેકેશનને હવે જ્યારે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે તમે પણ જો નક્કિ ન કરી શક્યા હોવ કે ફેમિલી સાથે આ વખતે ફરવા ક્યાં જવું, તો આ સ્ટોરી તમારા માટે છે. ચાલો નજર કરીએ ભારતના 9 મનમોહક સ્થળો પર, જેની તમે પરિવાર સાથે મજા માણી શકો છો.

મનાલી, હિમાચલ પ્રદેશ : ફેમિલી વેકેશન માટે મનાલી એક અદભૂત સ્થળ છે. મનમોહક દ્રશ્યો અને ત્યાંની સુંદરતાને લીધે બાળકો અને મહિલાઓમાં આ સ્થળ ફેવરિટ છે.

લેહ-લદાખ, કાશ્મીર : લેહ પોતાની સુંદરતાને લીધે જાણીતું છે, જ્યારે લદાખ એક મનોહર ઠંડુ રણ છે. ખારડુંગ લા પાસ પર તમે ટ્રેકિંગની મજા પણ માણી શકો છો.

કોડાઈકનાલ, તમિલનાડુ : 'પ્રિન્સેસ ઑફ ધ હિલ સ્ટેશન' તરીકે પ્રખ્યાત કોડાઇકનાલ ફેમિલી વેકેશન માટે એક આદર્શ સ્થળ છે. અહિં ઘણા બગીચાઓ અને ધોધ હોવાથી ઉનાળામાં ફેમિલી વેકેશન માટે આ એક આદર્શ સ્થળ છે.

દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ : વેકેશનમાં પરિવાર સાથે ફરવા માટે દાર્જિલિંગ આકર્ષક સ્થળોમાંનું એક છે. ટાઈગર હિલ પર સૂર્યોદય જોવાનો લ્હાવો અચૂક લેવો જોઈએ. દાર્જિલિંગમાં ઘણા સુંદર બૌદ્ધ મઠો છે, જેની પણ મુલાકાત લઈ શકાય.

ગંગટોક, સિક્કિમ : ગંગટોક એ સિક્કિમની રાજધાની અને ઉત્તર પૂર્વમાં આવેલું મનોરમ્ય સ્થળ છે. તાશી વ્યુપોઇન્ટ, ગણેશ ટોક અને કાંચનજંઘા અહિંના પ્રમુખ આકર્ષણો છે.

નૈનીતાલ, ઉત્તરાખંડ : ઉત્તરાખંડમાં સ્થિત નૈનીતાલ અસંખ્ય મનમોહક તળાવોનું ઘર છે. બરફથી ઢંકાયેલા પહાડો જોવા માટે તમે કેબલ કાર રાઈડ કરી શકો તેમજ બોટિંગ, યાચિંગ અને પેડલિંગ જેવી લેકસાઇડ પ્રવૃત્તિઓ પણ તમારું મન મોહી લેશે.

મુનાર, કેરળ : કેરળનું મુનાર એ ફેમિલિ સાથે માણી શકાય તેવું સ્થળ છે. અહિંનો ઇકો પોઇન્ટ, લક્કમ વોટરફોલ્સ અને અસંખ્ય ચાના બગીચા તમારા પ્રવાસનો આનંદ બેવડી નાખે છે.

શ્રીનગર, કાશ્મીર : કાશ્મીરનું શ્રીનગર તેના અદભૂત સૌંદર્ય માટે વખણાય છે. શ્રીનગરના દાલ લેક પર તમે શિકારા રાઈડનો આનંદ માણી શકો છો. તમે હાઉસબોટમાં પણ રોકાણ કરી શકો છો. શંકરાચાર્ય પહાડી મંદિર અને મુગલ ગાર્ડન્સ પણ અહિંના પ્રમુખ આકર્ષણો છે.

મહાબળેશ્વર, મહારાષ્ટ્ર : ઉનાળાની ઋતુમાં પરિવાર સાથે ફરવા માટે મહાબળેશ્વર ઉત્તમ જગ્યા છે. અહિંનાં લોકપ્રિય સ્થળોમાં પ્રતાપગઢ કિલ્લો, વેન્ના તળાવ, લિંગમાલા વોટરફોલ, પંચ ગંગા મંદિર અને આર્થર્સ સીટ છે.

More Web Stories