ચૂંટણી આવી... એક નેતાએ કરી સિલાઈ તો બીજાએ કરી આપી દાઢી, જુઓ નેતાજીના અનોખા પ્રચારની તસવીરો....

રાહુલ ગાંધીએ શાહડોલમાં અમુક આદિવાસી મહિલાઓને મહુડાના ફૂલ ચૂંટવામાં કરી મદદ.

બિહાર ભાજપના વરિષ્ઠ નેતા અને સારણ લોકસભા બેઠકના ઉમેદવાર રાજીવ પ્રતાપ રૂડીએ ચૂંટણી પ્રચાર દરમિયાન ગામના લોકોને ચૌમીન બનાવીને ખવડાવ્યું.

મધ્ય પ્રદેશમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા માધવરાવ સિંધિયાનો પુત્ર મહાઆર્યમન પણ સમોસા તળતા અને ભજન ગાતો જોવા મળ્યો.

સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના નેતા ઓમપ્રકાશ રાજભર ખેતરમાં જઈને ઘઉંનો પાક લણતા દેખાયા.

ઇટાવા લોકસભા મતવિસ્તારના સમાજવાદી પાર્ટીના ઉમેદવાર જીતેન્દ્ર દોહરે મશીન વડે ઘાસચારો કાપતા દેખાયા.

અલવર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ભૂપેન્દ્ર યાદવનો ખેતરોમાં કામ કરીને લોકોનું દિલ જીતવાનો પ્રયાસ.

ઓડિશામાં પૂરી બેઠક પરથી ભાજપના ઉમેદવાર સંબિત પાત્રા તેલગુનું જાણીતું ગીત 'તુમ મિલે દિલ ખિલે' ગાતા જોવા મળ્યા હતા.

ચેન્નઈના AIADMK નેતા જયકુમારે દરજીની દુકાને જઈને લોકોના કપડાં સીવીની ચૂંટણી પ્રચાર કર્યો.

તમિલનાડુના પરમેશ્વરમમાં રામનાથપુરમ લોકસભા બેઠકના અપક્ષ ઉમેદવાર પરિરાજને હાથમાં અસ્ત્રો લઈને લોકોની દાઢી પણ કરી આપી.

More Web Stories