ચૂંટણીમાં મતદાન માટે મતદાર કાર્ડ ઉપરાંત આ 12 ડોક્યુમેન્ટ પણ રહેશે માન્ય...

આવી સ્થિતિમાં ચૂંટણી પંચ દ્વારા આવા 12 દસ્તાવેજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના દ્વારા મતદાન થઇ શકે છે...

પરંતુ તેના માટે તમારું નામ મતદાર યાદીમાં હોવું સૌથી જરૂરી બાબત છે...

આ ડોક્યુમેન્ટ્સમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક...

શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાનકાર્ડ...

NPR અંતર્ગત RGI દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ...

જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, MPs/MLAs/MLCsને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો...

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ Unique Disability ID(UDID) કાર્ડનો સમાવેશ થાય છે...

આ સિવાય NRIની જો મતદાર તરીકે નોંધણી કરેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત ઓરિજનલ પાસપોર્ટ રજૂ કરવાનો રહેશે.

More Web Stories