Get The App

સંત તુલસીદાસજીનો એક પ્રેરક પ્રસંગ

Updated: Jan 6th, 2018

GS TEAM


Google News
Google News
સંત તુલસીદાસજીનો એક પ્રેરક પ્રસંગ 1 - image

સંત તુલસીદાસજી દ્વારા રચાયેલ મહાકાવ્ય 'રામચરિતમાનસ' પૂરા હિન્દુસ્તાનમાં લોકપ્રિય છે. તેઓએ અનેક કવિતાઓ, દોહાઓ અને ધાર્મિક ગ્રંથો લખેલા છે.

તેણે લખેલ 'હનુમાન ચાલીસા' ખૂબ પ્રચલિત છે. કહેવાય છે કે તેના વાંચનથી ભય અને ડરનો નાશ થાય છે. એવી માન્યતા છે કે, સંત તુલસીદાસજીને ભગવાને સાક્ષાત દર્શન આપેલા.

સંત તુલસીદાસજીના જીવનનો એક પ્રેરક પ્રસંગ અહીં ટાંકવો છે. સંત તુલસીદાસ એક મહાન સંત પુરુષ હતા. તેઓ ભગવાન રામના અનન્ય ભક્ત હતા. તેઓ હિન્દી સાહિત્યના સુપ્રસિધ્ધ કવિ હતા. તેઓ તેની કવિતાઓ અને દોહાઓથી ખૂબ જાણીતા હતા.

તેમના દ્વારા રચાયેલ મહાકાવ્ય 'રામચરિતમાનસ' પૂરા હિન્દુસ્તાનમાં લોકપ્રિય છે. તેઓએ અનેક કવિતાઓ, દોહાઓ અને ધાર્મિક ગ્રંથો લખેલા છે. તેણે લખેલ 'હનુમાન ચાલીસા' ખૂબ પ્રચલિત છે. કહેવાય છે કે તેના વાંચનથી ભય અને ડરનો નાશ થાય છે. એવી માન્યતા છે કે, સંત તુલસીદાસજીને ભગવાને સાક્ષાત દર્શન આપેલા.

આપણે અત્યારે જે વાત કરવી છે, તે એ પ્રસંગ છે, જ્યારે તેઓ રામચરિત 'માનસ'ની રચના કરી રહ્યા હતા. એક દિવસે તેણે ગ્રંથની એક ચૌપાઈ પૂર્ણ કરી જે આ પ્રમાણે હતી,

''સિય રામ મય સબ જગ જાની,
કરહુ પ્રણામ જોરી જુગ પાની ।।''

આર્થાત :

''સમસ્ત સંસારમાં શ્રીરામનો નિવાસ છે, બધામાં ભગવાન છે અને આપણે તેને હાથ જોડી પ્રણામ કરવા જોઈએ.''

આ ચોપાઈ લખ્યા પછી તેઓ વિશ્રામ કરવા ઘર બાજુ જવા નીકળ્યા. રસ્તામાં એક બાળક મળ્યો. તેણે તુલસીદાસજીને પ્રણામ કરી કહ્યું, ''મહાત્માજી તમે જે રસ્તે જઈ રહ્યા છો ત્યાં એક આખલો પાગલ થઈ લોકોને મારવા દોડી રહ્યો છે, અને આપે તો લાલ વસ્ત્ર પણ ધારણ કરેલ છે, જેથી તે વિશેષ ભડકશે ! આપ રસ્તો ફેરવી બીજે રસ્તે નીકળી જાઓ તો સારૃ રહેશે. ''

તુલસીદાસજી તો મહાસંત અને મહાજ્ઞાની હતા. ભગવાન રામના પરમ ભક્ત હતા. તણે વિચાર્યું કે આજનો બાળક મને સલાહ આપે છે ! મને ખબર છે, દરેકમાં પ્રભુ રામ વસે છે. હું આખલાને હાથ જોડી લઈશ અને શાન્તિથી નીકળી જઈશ.

પરન્તુ જેવા તેઓ આગળ વધ્યા કે ભુરાંટા થયેલા આખલોએ તેને જોરદાર ઢીંક મારી જેથી તુલસીદાસજી ખૂબ ખરાબ રીતે પટકાઈ પડયા.

ગુસ્સે ભરાયેલા તુલસીદાસજી ઘરે જવાને બદલે પાછા ફરી ગયા. જયા તે ચૌપાઈઓ લખી રહ્યા હતા. ગુસ્સામાં તેઓ લખેલી ચૌપાઈઓ ફાડવા લાગ્યા, ત્યાં સામે રામભક્ત હનુમાનજી પ્રગટ થયા અને કહ્યું,

''શ્રીમાનજી, આપ આ શું કરી રહ્યા છો ?''

તુલસીદાસજી તે સમયે ખૂબ ગુસ્સામાં હતા. તેણે કહ્યું,''આ ભગવાન રામની પ્રશંસામાં લખેલી ચૌપાઈઓ બિલકુલ ખોટી સાબીત થઈ છે.'' તેણે હનુમાનજીને આખલાવાળો આખો પ્રસંગ વર્ણવ્યો.

હનુમાનજી વાત સાંભળી મુશ્કરાયા અને કહ્યું, ''શ્રીમાનજી, આ ચૌપાઈઓ સો ટકા સાચી છે. તમે

આખલામાં રામ જોયા પણ તમે જે બાળક તમને બચાવવા આવેલો તેમા રામ ન જોયા. ભગવાનતો બાળકના રૃપમાં પહેલાથી જ તમારી પાસે આવેલા પણ તમે તેને જોયા જ નહિ.'' આ સાંભળતા જ તુલસીદાસજી હનુમાનજીને ભેટી પડયાં અને પગે પડી ગયા.

દોસ્તો, આ વાર્તાનો ગુઢાર્થ સમજવા જેવો છે. આનો અર્થ એ છે કે સંત તુલસીદાસ જેવા જ્ઞાની પુરુષ પણ વધારે પડતા આત્મવિશ્વાસથી થાપ ખાઈ ગયા હતા.

જીવનમાં ખોટા નિર્ણયોનો આધાર પરિસ્થિતિના પક્ષપાતી આકલન(BIAS JUDGEMENT) અને ખોટા અર્થઘટન (MISINTERPRETATION) પર રહે છે. આપણે નિર્ણય કરવામાં ભૂલ કરીએ છીએ. અને પછી ઇશ્વરને દોષ દઈએ છીએ. જો ડોક્ટર નિદાન જ ખોટું કરે તો દવા પણ ખોટી જ થાય અને પરિણામ પણ વિપરીત જ આવે !

જય શ્રીરામ ।।

- જયોતિ ખીમાણી
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Tags :