પૃથ્વી પરનો પગ વિનાનો અજાયબ જીવ :સાપ
* સાપ દોરડા જેવા લાંબા શરીરવાળું પગ વિનાનું સરિસૃપ વર્ગનું માંસાહારી પ્રાણી છે.
* સાપ ઝેરી ડંખ મારતો હોવાથી લોકો તેનાથી ભયભીત થાય છે.
* સાપ ઠંડા લોહીનો જીવ છે અને ઇંડા મૂકે છે.
* વિશ્વમાં જમીન પર, જળાશયોમાં, સમુદ્રમાં વસતા લગભગ ૩૪૦૦ જાતના સાપ જોવા મળે છે.
* ધ્રુવ પ્રદેશો સિવાય સમગ્ર પૃથ્વી પર સાપ રહે છે. તે ૧૦ સેન્ટીમીટરથી માંડી નવ મીટર લંબાઈના હોય છે.
* જમીન પર રહેનારા સાપ ઊંડું દર બનાવી તેની પર રાફડો બનાવી રહે છે.
* સાપની ચામડી ચમકતી અને ભીંગડાવાળી હોય છે. તેને કરોડરજ્જુ અને ખોપરી હોય છે.
* સાપની આંખ પર પોપચાં હોતાં નથી અને બહાર દેખાય તેવા કાન હોતા નથી.
* સાપનું શરીર લાંબુ હોવાથી તેનું એક ફેફસું, હોજરી, હૃદય વગેરે એક કતારમાં ગોઠવાયેલા હોય છે.
* સાપની જીભ બે ફાંટાવાળી હોય છે, તે જીભ વડે ગંધ પણ પારખી શકે છે.
* સાપની દૃષ્ટિ જાતિ પ્રમાણે વિવિધ હોય છે, કેટલાક સાપ અંધ તો કેટલાક અંધારામાં પણ જોઈ શકે છે.
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar