પ્રાર્થના એટલે શું?
પ્રાર્થના એટલે સૃષ્ટિનાં સર્જનહારનું ધ્યાન ધરવું તે.
પ્રાર્થના એટલે પ્રભુનું સ્મરણ કરવું તે.
પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશાવાહક.
પ્રાર્થના એટલે પ્રભુને પામવાનું પ્રથમ પગથિયું.
પ્રાર્થના એટલે શ્રદ્ધા, સબુરી અને વિશ્વાસનું પ્રતિક.
પ્રાર્થના એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિનું ઔષધ.
પ્રાર્થના એટલે આત્મા અને પરમાત્માને જોડતી કડી.
પ્રાર્થના એટલે જીવન જીવવાની જડીબુટ્ટી.
પ્રાર્થના એટલે ધર્મનું કર્મ અને કર્મની કૂચી.
પ્રાર્થના એટલે પ્રભુને પામવાનો પારસમણિ.
પ્રાર્થના એટલે સવારની ચાવી અને સંધ્યાકાળની સાંકળ.
પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે 'પ્રાર્થના'
- પ્રવીણભાઈ એમ. પટેલ
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar