સૌથી લાંબા પગવાળો કરોળિયો : ડેડી લોંગ લેગ સ્પાઇડર
કરોળિયા અજાયબ જીવ છે. જાળા બાંધવાની કરામત જાણતા આ એક માત્ર જંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે અને તે પણ હજારો જાતના હોય છે.
કરોળિયાના છ પગ તેના વિશિષ્ટ અંગ છે. પગ વડે જ તે જાળા ગૂંથે છે. સામાન્ય રીતે તેના પગ શરીરના કદના પ્રમાણમાં લાંબા હોય છે તેમાંય ડેડી લોંગ લેગ સ્પાઇડરના પગ સૌથી લાંબા છે.
અર્ધો સેન્ટીમીટર કદના આ કરોળિયાના પગ પાંચ સેન્ટીમીટર લાંબા હોય છે. ભેજવાળા અવાવરૃ મકાનો, ભોંયરા અને ગુફાઓમાં આ કરોળિયા હોય છે. તેને જાળા બાંધતા આવડતું ન હોય તેમ ગૂંચવાડા ભર્યા જાળા બાંધે છે. આ કરોળિયાને આઠ આંખ હોય છે તેના શરીર પર કાળી લીટીઓ હોય છે.
માખી કે મચ્છર જેવા જીવ તેના જાળામાં ફસાય તો આ કરોળિયા શરીર ધ્રુજાવી જાળાને હલાવે છે એટલે શિકાર વધુ ગૂંચવાય છે. આ કરોળિયાને વાઇબ્રેટિંગ સ્પાઇડર પણ કહે છે. તેના ડંખ ઝેરી હોય છે અને બીજા કરોળિયાનો પણ શિકાર કરે છે.
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar