Get The App

રણનું વહાણ : ઊંટ

Updated: Feb 24th, 2018

GS TEAM


Google News
Google News
રણનું વહાણ : ઊંટ 1 - image

રણપ્રદેશ એટલે રેતીનો દરિયો અને તેમાં સફર કરવા માટેનું વહાણ એટલે ઊંટ. રણ પ્રદેશની કાળઝાળ ગરમી અને તીવ્ર ઠંડી, પાણીની અછત, ઊંડે સુધી પગ ખૂંપી જાય એટલી રેતી જેવા પરિબળો વચ્ચે રહેતું ઊંટ એક વિશિષ્ટ  પ્રાણી છે.

રણની વિષમ પરિસ્થિતિમાં જીવિત રહેવા તેના શરીરની રચના પણ અદ્ભૂત અનુકૂલનવાળી છે. તે ૪૦૦ કિલોગ્રામથી વધુ વજન લઈને રણપ્રદેશમાં લાંબા અંતર સુધી ચાલી શકે છે.

* ઊંટની પીઠ પર ખૂંધ તેની વિશેષતા છે. ગોબીના રણમાં થતાં ઊંટની પીઠ પર તો બે ખૂંધ હોય છે. ખૂંધમાં પાણીનો નહીં પણ ચરબીનો સંગ્રહ થાય છે. જેના કારણ તે લાંબો સમય ખોરાક પાણી વિના જીવી શકે છે.

* ગરમી, પવન અને ઊડતી રેતી સામે રક્ષણ મેળવવા ઊંટની આંખ પર બે પોપચાં હોય છે. તેના કાન ઉપર લાંબા વાળ હોય છે.

* રેતી પર ચાલવા માટે તેના પગના તળિયા પહોળા અને નરમ ગાદી જેવા હોય છે. તે ૬૦ કિલોમીટરની ઝડપથી દોડી શકે છે.

* જમીનની ગરમ સપાટીથી તેનું શરીર બને તેટલું દૂર રહે તે માટે તેના પગ લાંબા હોય છે. ઊંટ ચાલે ત્યારે એક તરફના બંને પગ સાથે ઊપાડીને આગળ મૂકે છે ત્યાર બાદ બીજી તરફના પગ ઉપાડે છે. એ તેની વિશેષતા છે.

* બેકિટ્રયન ઊંટના શરીર પર શિયાળામાં ભરચક વાળ હોય છે. એટલે ઠંડી સહન કરી શકે. ઉનાળામાં વાળ ખરી જાય અને ચામડી લીસી બને એટલે વધુ ગરમી સહન કરી શકે.

* રણ પ્રદેશમાં  ઊંટ ઉપયોગી પ્રાણી છે. તેનું દૂધ પણ મહત્વનો ખોરાક છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Tags :