વિશ્વની સૌથી નાની વનસ્પતિ વોલ્ફિયા
સજીવ સૃષ્ટિ અજાયબ છે. જાતજાતનાં પ્રાણી, પક્ષી, જળચર અને જીવજંતુઓની જેમ વનસ્પતિ જગતમાં પણ ભારે વિવિધતા અને અજાયબીયો જોવા મળે છે.વિશ્વમાં સૌથી મોટું વૃક્ષ ૪૦ થી ૪૫ ફૂટ ઊંચાઈએ પહોંચતું સિક્વોયા છે. પરંતુ સૌથી નાના છોડ જોયા છે? નહીં જોયા હોય કેમ કે તે નરી આંખે દેખાતા જ નથી. વનસ્પતિ જગતનો સૌથી નાનો છોડ વોલ્ફિયા છે. તે જળાશયોમાં પાણીની સપાટી પર લીલ સ્વરૂપે પથરાયેલો હોય છે. આ છોડ એટલે એક મીલીમીટરનું ટપકું. માઈક્રોસ્કોપથી જૂઓ તો ગોળાકાર ટપકું દેખાય.
વનસ્પતિશાસ્ત્રીઓ તેને છોડ કહે છે. વોલ્ફિયા દરરોજ બે ટૂકડા થઈને નવા છોડને જન્મ આપે છે અને પાણીમાં શેવાળની જેમ વધ્યા કરે છે. ભારતના ઘણા તળાવમાં જોવા મળે છે. વનસ્પતિશાસ્ત્રમાં તેને અમૂલ્ય વનસ્પતિ કહેવાય છે.
આપણી આંગળીના ટેરવા પર હજારો વોલ્ફિયાના છોડ સમાય. વોલ્ફિયાને મૂળ હોતા નથી પરંતુ પાન, ફૂલ અને ફળ થાય છે. તે અતિસુક્ષ્મ હોય છે. વોલ્ફિયાની આઠથી દસ જાત પણ છે. એશિયાના ઘણા દેશોમાં તેની વાનગી પણ બને છે.