Get The App

એરકંડીશનરનો શોધક વિલિસ કેરીયર

Updated: May 26th, 2023


Google NewsGoogle News
એરકંડીશનરનો શોધક  વિલિસ કેરીયર 1 - image


- વિશ્વના વિજ્ઞાનીઓ

એ રકંડીશનર કેટલું ઉપયોગી છે તેની ખબર ઉનાળાની ગરમીમાં જ પડે છે. આજે ઘર, ઓફિસ, થિયેટર અને મોટા શોપિંગ મોલમાં એરકંડીશનરનો ઘણો ઉપયોગ થાય છે. આ એરકંડીશનરનો શોધક વિલિસ કેરીયર નામનો એન્જિનિયર હતો. કુલિંગ સિસ્ટમના પિતામહ તરીકે ઓળખાતાં વિલિસનું જીવન પણ રોમાંચક હતું.

વિલિસ કેરીયરનો જન્મ ન્યૂયોર્ક નજીકના અંગોલા નામના નાનકડા ગામમાં ઇ.સ. ૧૮૭૫ના નવેમ્બરની ૨૬ તારીખે થયો હતો. તેના પિતા ખેડૂત હતા અને તેની માતા સિલાઇ મશીન અને ઘડિયાળ જેવા યંત્રોનું સમારકામ કરતી હતી. વિલિસને માતા તરફથી ટેકનિકલ જ્ઞાનનો વારસો મળ્યો હતો. ૧૯૦૨માં કોર્નલ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા તે બંફેલોની હિટર અને પંખા બનાવતી કંપનીમાં એન્જિનીયર તરીકે જોડાયો. અહીં તેણે પ્રયોગો કરીને હવામાં રહેલી ગરમી અને ઠંડી ઉપર કાબુ મેળવવાની પદ્ધતિ શોધી કાઢી. ઇ.સ. ૧૯૦૨માં તેણે ફૂવારાવાળું એક યંત્ર બનાવી હવામાં ઠંડક લાવી ભેજ ઓછો કરવામાં સફળતા મેળવી ત્યારબાદ તેણે એરકંડીશનર બનાવ્યું તે ઘણું મોટું હતું. તેમાં એમોનિયા વાયુ ઉપયોગમાં લેવાતો તે ઝેરી હતો.

ઇ.સ. ૧૯૧૧માં તેણે એક નવી પદ્ધતિ શોધી કાઢી જેને રેશનલ સાયક્રોમેટ્રિક પદ્ધતિ કહે છે. આજે પણ આ પદ્ધતિનો એરકંડીશનરમાં ઉપયોગ થાય છે. ઇ.સ. ૧૯૧૫માં વિલિસે અમેરિકામાં એરંકડીશનર મશીનો બનાવવાનું કારખાનું સ્થાપ્યું. અને સમય જતાં નાના કદના એરકંડીશનરો પણ બનાવવાની પદ્ધતિ શોધી કાઢી અને તેની ખ્યાતિ વધવા લાગી. અમેરિકાના મેડીસન સ્કવેર ગાર્ડન, સંસદભવન, અને વ્હાઇટ હાઉસમાં તેણે પ્રથમ કંડીશનર મુકી આપેલો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વિલિસે અમેરિકાની સેનામાં પણ સેવા આપેલી.


Google NewsGoogle News