ભારતીય નાણાનું રૂપિયો નામ કેમ પડયું?
બહુ જુના સમયમાં પૈસા નહોતા પરંતુ પોત પોતાની વસ્તુની અદલા બદલી કરી લેતાં. કપડાંની જરૂર હોય તો અનાજ કે કોઈ બીજી વસ્તુના બદલામાં મેળવી લેવાતા. આ પધ્ધતિને વિનિમય કહેતાં. ધીમે ધીમે કીમતી ધાતુઓ, મોતી વગેરે ચલણમાં આવ્યા અને ત્યાર બાદ સોનું, ચાંદી, તાંબા વગેરે ધાતુઓના સિક્કાનું ચલણ બન્યું. ભારતમાં સોના અને ચાંદીના સિક્કાનું ચલણ હતું. જુદી જુદી ભાષામાં તેના અનેક નામ હતા. સુવર્ણ મહોરો પણ કહેતા. સિક્કા મુખ્યત્વે ચાંદીના બનતાં. ચાંદીને રૂપુ પણ કહે છે. રૂપા ઉપરથી ચાંદીના સિક્કાનું રૂપિયો નામ પડયું અને આજે કાગળની નોટને પણ રૂપિયો જ કહે છે. ભારતના નાણાને રૂપિયો નામ મળ્યું.