વૃક્ષો આપણા માટે શું શું કરે છે?
વ નસ્પતિ આપણા ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે. મોટાં વૃક્ષો આપણને ફળો આપે છે તે ઉપરાંત લાકડું પણ આપે. અનેક વનસ્પતિ ઔષધ તરીકે પણ કામ આવે. આમ વનસ્પતિ માનવજાત માટે આશીર્વાદરૂપ છે પણ આ ઉપરાંત વૃક્ષો આપણા માટે ઘણું બધું કરે છે તે પણ જાણવા જેવું છે.
એક વૃક્ષ લગભગ વર્ષે ૧૨૦ કિલોગ્રામ ઓક્સિજન આપણા માટે પેદા કરે છે.
એક વૃક્ષ તેના જીવનભર વાતાવરણમાંથી એક ટકો કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી હવાને શુદ્ધ કરે છે.
વૃક્ષોના મૂળ જમીનનું પાણીથી થતું ધોવાણ અટકાવે છે.
વૃક્ષો મનુષ્ય જાતિના સાચા મિત્ર છે. જંગલની પરમ શાંતિ અને સૌંદર્ય વૃક્ષોને આભારી છે.
વૃક્ષોનું જંગલ વધુ વરસાદને આકર્ષે છે અને ધરતીને વધુ હરિયાળી રાખે છે.
વૃક્ષો પવનની ગતિને અવરોધીને વાવાઝોડા દરમિયાન રક્ષણ આપે છે.
વૃક્ષોના પાન ખરી પડે ત્યારે તે જમીનમાં ઉતરી તેને વધુ ફળદ્રુપ બનાવે છે.