જીભ વિશે જાણવા જેવું .
કદની દ્રષ્ટિએ જીભ શરીરનો સૌથી મજબુત સ્નાયુ છે
આપણા શરીરમાં જીભ એક જ સ્નાયુ એવો છે કે જેનો એક છેડો ખુલ્લો છે અને બીજો છેડો ગળામાં જોડાયેલો છે.
જીભ ઉપર થયેલી ઇજા સૌથી વધુ ઝડપથી મટી જાય છે,
ફિંગર પ્રિન્ટની જેમ દરેક વ્યકિતની જીભની સપાટીની છાપ પણ અલગ અલગ હોય છે.
જીભ ઉપર ૩૦૦૦ કરતાંય વધુ સ્વાદગ્રંથિઓ હોય છે.
આપણે કેટલાંક શબ્દો બોલવામાં જીભનો ઉપયોગ ફરજિયાત છે.
મગર પોતાની જીભ બહાર કાઢી શક્તો નથી.
કાચિંડાની જીભ તેના શરીરની લંબાઈ કરતા વધુ લાંબી હોય છે.
દેડકો મચ્છર જેવા ઊડતાં જંતુઓને જીભના લપકારાથી ઝડપી લે છે.
સાપની જીભને બે ફાંટા હોય છે.
જિરાફની જીભ ઉપર વાળ હોય છે. એટલે તે કાંટાવાળા ઝાડ પાન ખાઈ શકે છે.
જીભ ઉપરની સ્વાદગ્રંથિઓ દર દસબાર દિવસે નાશ પામીને નવી ઉત્પન્ન થયા કરે છે.