માળો શેનો બનેલો હોય? ,
મા ળો એટલે પક્ષીઓનું સુંદર ઘર. આ માળામાં પક્ષીઓ પોતે પણ રહે અને વહાલાં સંતાનોનો ઉછેર પણ કરે. સામાન્ય રીતે કોઈ પણ માળો ઘાસ, પાંદડાં, ડાળખાંનો ઉપયોગ કરી પક્ષી જાતે બનાવે છે. ઘણા પક્ષીઓ જમીનમાં ખાડો કરીને પણ પોતાનું રહેઠાણ બનાવે છે. તો અન્ય કેટલાક પક્ષીઓ વૃક્ષના પોલાણમાં, ઇમારતના કે પથ્થરના પોલાણમાં માળો તૈયાર કરે છે. આ સિવાય પણ દોરા, પ્લાસ્ટિક, કાપડ, વાળ કે કાગળ જેવી વસ્તુઓ ભેગી કરીને પક્ષીઓ પોતાનો માળો બનાવે છે.