રક્તદાન એટલે શું? .
આપણા શરીરને શક્તિ પહોંચાડતું લોહી શરીરમાં બનતું કુદરતી પ્રવાહી છે. તે કોઈ પ્રયોગશાળામાં બની શકતું નથી. અકસ્માતમાં કે ઈજામાં શરીરમાંથી વધુ પ્રમાણમાં લોહી વહી જાય તો માણસ જીવી શકે નહીં. આ સંજોગોમાં તે વ્યક્તિને બીજા માણસનું લોહી ચઢાવીને બચાવી શકાય છે. ઘણા લોકો આ રીતે પોતાનું લોહી આપીને બીજાને જીવતદાન આપે છે તેને રક્તદાન કહે છે. લાલ રંગનું એકસરખું દેખાતુ લોહી જુદા જુદા પ્રકારનું હોય છે. ગમે તે વ્યક્તિને ગમે તેનું લોહી આપી શકાતું નથી. લોહીના ઘટકોની ગણતરી કરીને વિજ્ઞાાનીઓએ લોહીના એ, બી એવા ગ્રુપ પાડયા છે. જે તે ગ્રુપનું લોહી ધરાવતા દર્દીને તે જ ગ્રુપનું લોહી આપી શકાય.