પેપર નેપકિન્સ શેમાંથી બને છે ?

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
પેપર નેપકિન્સ શેમાંથી બને છે ? 1 - image


ભોજન સમારંભમાં જમ્યા પછી હાથ લૂછવા માટેના પેપર નેપકિન્સ જાણીતી વસ્તુ છે. પેપર નેપકિન્સ પાણીને ચૂસી લેવાનો ગુણ ધરાવે છે. કપાસના બનેલા કપડાં પાણી ચૂસે તે જાણીતું છે પરંતુ આ કાગળ કેવી રીતે પાણી ચૂસે તે પણ જાણવા જેવું છે.

પેપર નેપકિન્સ લાકડા કે વનસ્પતિના સૂક્ષ્મ રેસાના બનેલા હોય છે. આ રેસાને સેલ્યુલોઝ કહે છે. સેલ્યુલોઝ પદાર્થોમાં અણુઓ હારબંધ ગોઠવાયેલા હોય છે અને તે પાણીને આકર્ષવાનો ગુણ ધરાવે છે. એટલે પાણીમાં ઝડપથી ઓગળે છે. ખાંડ પણ આવો જ સેલ્યુલોઝ પદાર્થ છે એટલે તે પાણીમાં ઝડપથી ઓગળે છે. પેપર નેપકિન પાણીના સંપર્કમાં આવે કે તરત જ પાણીમાં ઓગળવા માંડે છે. આપણે તેને પાણી ચૂસી લીધું તેમ કહીએ પરંતુ પાણીનો ઉપયોગ કરીને તેની ઉપલી સપાટી ઓગળીને નરમ બની જતી હોય છે. સામાન્ય હાથ સાફ કરવામાં ઉપયોગી થાય. વધુ પડતું પાણી હોય તો પેપર નેપકિન્સ સાવ ઓગળી જાય. પેપર નેપકિનને વધુ સમય પાણીમાં બોળી રાખો તે તદ્દન ઓગળી જાય.


Google NewsGoogle News