Get The App

ડેવિડ ગુ્રશ અને બીબીસી રેડિયો-4ની મુલાકાત

Updated: Sep 10th, 2023


Google NewsGoogle News
ડેવિડ ગુ્રશ અને બીબીસી રેડિયો-4ની મુલાકાત 1 - image


ડેવિડ ગુ્રશ અને બીબીસી રેડિયો-૪ની મુલાકાત

અમેરિકન પ્રમુખ માટેની છેલ્લી ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટને જાહેરાત કરી હતી કે 'તેઓ પ્રમુખની ચૂંટણી જીતી જશે તો, યુફો અને એરિયા ૫૧ને લગતા તમામ દસ્તાવેજો ડી-ક્લાસીફાઈડ કરીને પબ્લિક સમક્ષ રજૂ કરશે.' પરંતુ તેઓ ચૂંટણી હારી જતા આ વચન પૂરું કરી શક્યા ન હતા. આ ઉપરથી ખ્યાલ આવી શકે કે આ મુદ્દો કેટલો સંવેદનશીલ છે. ભૂતપૂર્વ અમેરિકન સંરક્ષણ વિભાગના અધિકારી ડેવિડ ગુ્રશે બીબીસી રેડિયો૪ની મુલાકાતમાં કહ્યું હતું કે ''અધિકારી તરીકે મને અમુક બાબતોની જાણ હતી, જેના મૂળ સુધી સુધી હું પહોંચી શક્યો હતો. આ માહિતી સંવેદનશીલ હોવાથી, આ સમયે હું તેની જાહેરમાં ચર્ચા કરી શકતો નથી. જોકે મેં અને અન્ય સાથીદારોએ, ૪૦ જેટલી વર્તમાન અને ભૂતપૂર્વ અત્યંત પ્રતિષ્ઠિત ગુપ્તચર અને લશ્કરી વ્યક્તિઓનો ઈન્ટરવ્યુ લીધા હતાં. આ લોકો ખાસ કરીને 'UFO  ક્રેશ રીટ્રીવલ' પ્રોગ્રામ પર કામ કરતા હતા. તેમાંના કેટલાક લોકો ઈચ્છતા હતા કે અમે આગળ રજૂઆત કરીએ. આ કારણે મેં ઈન્ટેલિજન્સ કોમ્યુનિટી ઈન્સ્પેક્ટર જનરલને આ બાબતે નિર્દેશિત કર્યા હતા કે કેટલાક ગુપ્તચર અને લશ્કરી વ્યક્તિઓ પાસે સીધી માહિતી છે. ઈન્સ્પેક્ટર જનરલ આ લોકોનો ઈન્ટરવ્યુ લેવા સક્ષમ હતા.''

ડેવિડ ગુ્રશે બીબીસી રેડીયો૪ને જણાવ્યું હતું કે, ''અમેરિકામાં છેલ્લા ૮૯ વર્ષ કે વધુ સમયથી વર્ગીકૃત યુએફઓ પ્રોગ્રામ કોઈને કોઈ સ્વરૂપમાં અસ્તિત્વમાં રહ્યો છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પ્રથમ અણુ બોમ્બ બનાવનાર ટોચના ગુપ્ત યુએસ લશ્કરી પ્રયાસ ''મેનહટન પ્રોજેક્ટ'' માટે પ્રથમ વખત મૂકવામાં આવેલા ગુપ્તતા પ્રોટોકોલનો લાભ વર્ગીકૃત યુએફઓ પ્રોગ્રામને પણ મળી રહ્યો છે. અહીં ભૂતકાળની ઘટના પણ યાદ કરાવવા જેવી છે. ૨૦૦૪ માં અમેરિકન ફાઈટર પાયલટ ડેવિડ ફેવરે 'ટીકટેક' તરીકે ઓળખાતો યુફો પદાર્થ જોયો હતો. જેમની પહેલા નવેમ્બર ૨૦૦૪માં, બીજા એક અન્ય અમેરિકન નેવી પાયલટ ચાડ અંડરવુડે પણ ટીકટેક યુફો (Tic Tak UFO) નિહાળ્યો હતો, એટલું જ નહીં 'ટિક ટેક' યુએફઓનું ફુટેજ શૂટ પણ કર્યું હતું.''

ડેવિડ ગુ્રશ અને બીબીસી રેડિયો-4ની મુલાકાત 2 - image

- ટીકટેક યુફો (Tic Tak UFO)

નવેમ્બર ૨૦૦૪માં લગભગ ૧૫ દિવસ સુધી અમેરિકન મિસાઈલ ફ્રુઝર જહાજ USS પ્રિન્સ્ટનના અદ્યતન ઈલેક્ટ્રોનિક રડાર પર એક રહસ્યમય વિમાન જોવા મળ્યું હતું. ચાડ અંડરવુડ મેક્સિકોના દરિયાકિનારે જ નેવી કેરિયર ગુ્રપની કવાયતમાં ભાગ લઈ રહ્યા હતા. તેમણે ૨૦૧૯માં તેનું મૌન તોડયું હતું. પ્રથમ વખત પેસિફિક ઉપર ઉડતી વખતે તેમને થયેલા વિચિત્ર અનુભવોની વિગતો આપી હતી. ૧૪ નવેમ્બરના રોજ, તત્કાલીન નેવી કમાન્ડર ફ્રેવરે દાવો કર્યો હતો કે ''તેણે આ પદાર્થ સાથે વિઝ્યુઅલ સંપર્ક કર્યો હતો, જે પાણીની નીચે ડૂબકી મારતો હતો, પુનરુત્થાન કરતો હતો, જ્યારે તેણે તેની પાસે જવાનો પ્રયાસ કર્યો ત્યારે, ખુબ જ ઝડપથી તેમની નજરથી દૂર થઈ ગયો હતો.'' કમાન્ડર ફ્રેવર કહે છે કે 'કોઈપણ એરક્રાફ્ટ માનવ રહિત હોય કે માનવ સહિત હોય, તે ભૌતિકશાસ્ત્રના પાયાના નિયમોનું પાલન કરે છે. ઊંચા ઉડવા માટે એટલે કે લિફટ મેળવવા માટે કોઈ પણ પ્રકારનો ઉર્જા સ્ત્રોત હોવો જોઈએ. જ્યારે ટીકટેક યુફો કોઈપણ પ્રકારના ઉર્જા સ્ત્રોત વગર ૫૦૦૦૦ ફુટની ઊંચાઈએ પહોંચી જતો હતો અને સેકન્ડમાં જ ૧૦૦ ફુટ જેટલે નીચે આવી જતો હતો. જે ભૌતિકશાસ્ત્રના નિયમ પ્રમાણે શક્ય નથી.' આ યુફો ફુટેજ ૨૦૧૭માં જાહેરમાં રજુ થતાં, પેન્ટાગોનના અધિકારીઓએ પણ સ્વીકારવું પડયું હતું કે રજુ થયેલી વિડિયો સાચી અને ઓથેન્ટિક છે. આ બધી વાતો હવે હાલમાં અમેરિકન કોંગ્રેસ સામે રજુ થયેલ નવ સભ્યોની પેનલ સામે આવી રહી છે. આવા ગરમાગરમ અને ચર્ચાસ્પદ સમયે ''ગોડ વર્સીસ એલિયન્સ'' નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ સ્કાય ટીવી દ્વારા રિલીઝ થઈ ચુકી છે. જેમાં આ બધા મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે. ફિલ્મના બ્રિટિશ દિગ્દર્શક માર્ક ક્રિસ્ટોફર લી છે. માર્ક ક્રિસ્ટોફર લી પેરાનોર્મલ પ્રકારની ઘટનાઓમાં વિશ્વાસ રાખે છે. પરંતુ આપણે અહીં પેરા નોર્મલ નહીં, નોર્મલ ઘટનાઓની ચર્ચા કરવાની છે.

ડેવિડ ગુ્રશ અને બીબીસી રેડિયો-4ની મુલાકાત 3 - image

- ઈઝરાયેલી-અમેરિકન વિજ્ઞાાનીઓ

''ગોડ વર્સીસ એલિયન્સ'' નામની ડોક્યુમેન્ટરીમાં સેટી પ્રોજેક્ટ ઉપર કામ કરનાર વિજ્ઞાાની સેઠ શોસ્તક અને હાર્વર્ડના પ્રોફેસર અવી લોએબ સાથેની મુલાકાતનો પણ સમાવેશ થાય છે. સેઠ શોસ્તક અમેરિકન ખગોળશાસ્ત્રી અને લેખક છે. ૧૯૯૯માં તેમણે ધ ટીચિંગ કંપની માટે ''ધ સર્ચ ફોર ઈન્ટેલિજન્ટ લાઈફ ઈન સ્પેસ'' નામના ૩૦-મિનિટના બાર પ્રવચનોની ઓડિયો-ટેપ અને વિડિયો ફિલ્મનું નિર્માણ કર્યું હતું. ૨૦૦૧થી શોસ્તાક SETI સંસ્થામાં વરિષ્ઠ ખગોળશાસ્ત્રી તરીકે સેવા આપે છે. ડોક્યુમેન્ટરી ફિલ્મમાં તેઓ કહે છે કે ''આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેકનોલોજી વાપરીને અંતરીક્ષનો સ્કેનિંગ કરવામાં આવશે. એક અંદાજ મુજબ ૨૦૩૬ સુધીમાં વર્ગ પ્રવાસીની હાજરી શોધી કાઢવામાં આવશે. પરગ્રવાસીની હાજરી મળી આવશે. તો સંભવત એલિયન્સ તેમની સાથે નવા દેવતાઓ લાવી શકે છે. જો તેઓ તકનીકી રીતે અદ્યતન વધુ હશે તો, પૃથ્વી પરના લોકો નવા એલિયન દેવતાઓની પૂજા કરી કરવા માંડશે તેવી શક્યતા પણ રહેલી છે.'' તાજેતરમાં અવી લોએબે, ૨૦૧૪માં સમુદ્રમાં પડેલી વસ્તુમાં એલિયન ટેકનોલોજી હોઈ શકે છે તેવો દાવો રજુ કર્યો છે. અવી લોએબે એસ્ટ્રોફિઝિક્સ અને કોસ્મોલોજીનાં સંશોધન ક્ષેત્ર ઉપર લગભગ ૮૦૦ પેપર લખ્યા છે.

૧૯૯૨માં લોએબ અને એન્ડી ગોલ્ડે સૂચવ્યું હતું કે ''ગુરુત્વાકર્ષણ માઈક્રોલેન્સિંગ દ્વારા એક્સોપ્લેનેટની શોધ થઈ શકે છે. ૨૦૦૬માં લોએબને ટાઈમ મેગેઝિન કવર સ્ટોરીમાં સ્થાન મળ્યું હતું. જુલાઈ ૨૦૨૧માં લોએબે બહારની દુનિયાના તકનીકી કલાકૃતિઓના પુરાવા માટે પદ્ધતિસરની વૈજ્ઞાાનિક શોધ માટે ''ધ ગેલિલિયો પ્રોજેક્ટ''ની સ્થાપના કરી હતી. તાજેતરમાં રજૂ થયેલ ડોક્યુમેન્ટરીમાં અવી લોએબ જણાવે છે કે ''બહારની દુનિયાના લોકો (એલિયન્સ) સંભવત ઃ 'માનવધારી' વાહનોને બદલે AI  ડ્રોન પૃથ્વી પર મોકલશે. જેનો અર્થ એ થઈ શકે છે કે ''આવા ડ્રોન પૃથ્વી પર AI  સિસ્ટમ્સ સાથે 'પ્રથમ સંપર્ક' કરે તેવી સંભાવના સૌથી વધારે છે. એલિયન મશીનો પૃથ્વી પર ઉપલબ્ધ AI  સાથે પોતાનું 'સગપણ' અને સંબધ હોય તેવું અનુભવી શકે છે.'' વિચિત્ર અને અસંભવિત લાગે તેવી વાતોમાં કેટલું તથ્ય છે ? તેનો જવાબ કદાચ અમેરિકન ઈન્કવાયરી કમિશનનો રિપોર્ટ આપી શકે ! પરંતુ ખરેખર સત્ય બહાર આવશે કે કેમ ? ઊડતી રકાબીઓનું રહસ્ય ક્યારેય ખુલાસે ખરું ? આ એક સળગતો વિવાદાસ્પદ સવાલ છે !


Google NewsGoogle News