Get The App

શાકભાજી અને ફળોનું અવનવું .

Updated: Jul 14th, 2023


Google NewsGoogle News
શાકભાજી અને ફળોનું અવનવું                                                           . 1 - image


 સૌથી વધુ લોકપ્રિય ફળો ટામેટાની ૫૦૦૦ અને સફરજનની ૭૫૦૦ જાત થાય છે. ટામેટાંમાં માણસ કરતા વધુ જીન હોય છે.

 વનસ્પતિશાસ્ત્રમાં કોળાને શાક નહિ પણ ફળ કહેવાય છે.

 ફળોના અભ્યાસને 'પોમોલોજી' કહે છે.

 તરબૂચ, કોબીઝ અને ગાજર મોટે ભાગે પાણીના બનેલ છે. તેમાં ૮૦થી ૯૫ ટકા પાણી હોય છે.

 કેળા અને માણસના જીનમાં ઘણી સામ્યતા છે. કેળાં થોડા રેડિયો એક્ટિવ હોય છે.

 ફળોમાં ખૂબ જ લોકપ્રિય સફરજનને એક વર્ષ તાજા રાખી શકાય તેવી ટેક્નોલોજી વિકસી છે.

 લીલી દ્રાક્ષને માઇક્રોવેવ ઓવનમાં મૂકો તો ધડાકા સાથે ફાટે સફરજન ગુલાબના કુળની વનસ્પતિ છે.

 વિશ્વનું સૌથી મોટું ફળ 'કોકો દ મેટ' ૪૨ કિલો વજનનું હોય છે અને તેનું બીજ ૧૭ કિલોનું.

 શાકભાજી અને ફળો વૃક્ષ ઉપરથી ઉતાર્યા પછી ઘણાં દિવસ સુધી કુદરતી રીતે જ તાજા રહે છે.

 ફળો ઉપર લગાડવામાં આવતા કેટલાક સ્ટિકર ખાદ્ય પદાર્થના બને છે, ફળની સાથે તે ખાઈ શકાય  છે.


Google NewsGoogle News