આપણા દેશનું આગવું જળાશય : વાવ
જ મીનના પેટાળમાં પાણીના સ્ત્રોતો હોય છે. બોરિંગ કરીને કે કૂવા ખોદીને પાણી મેળવી શકાય છે. કૂવા એ મહત્ત્વના જળસ્ત્રોત છે. ઓછી ઊંડાઇએ આવેલા જળસ્ત્રોતની આસપાસ બાંધકામ કરીને પાણી સુધી પહોંચી શકાય તેવા પગથિયાવાળા કૂવાને વાવ કહે છે. ભારતમાં ઘણી બધી કલાત્મક અને જોવાલાયક વાવ આવેલી છે. હિન્દીમાં તેને બાઉલી અને અંગ્રેજીમાં સ્ટેપવેલ કહે છે. ભારતની કેટલીક સુપ્રસિદ્ધ વાવનો ટૂંકો પરિચય પણ રસપ્રદ છે.
ચાંદ બાઉલી : ભારતની સૌથી ભવ્ય રાજસ્થાનની ચાંદ વાવ ૧૩ માળની છે. તેમાં ૩૫૦૦ જેટલા પગથિયા છે દરેક માળે નાનકડી દેરીઓ, સ્તંભો અને છાજલી જોવા મળે છે. ભરપુર કલાત્મક કોતરણીવાળી આ વાવ સૌથી જૂની છે.
રાણકી વાવ : ગુજરાતની પાટણની રાણકી વાવ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામી છે. બીજી અડાલજની વાવ પણ આકર્ષણનું કેન્દ્ર છે.
આ ઉપરાંત રાજસ્થાનના બુંદીની રાણીની વાવ દિલ્હીમાં અગ્રસેનની વાવ અને રાજોકી બાઉલી જોવા જેવી છે.