રહસ્યમય ગ્રહ : યુરેનસ .

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
રહસ્યમય ગ્રહ : યુરેનસ                                . 1 - image


સૂર્યમાળામાં સૂર્યથી સૌથી વધુ અંતરે સાતમો ગ્રહ. યુરેનસ સૂર્યથી ૨૮૦ કરોડ કિલોમીટર દૂર છે એટલે તે રહસ્યમય અને વિશિષ્ટ છે.

કદની દૃષ્ટિએ યુરેનસ સૂર્યમાળાનો સૌથી મોટો ચોથા નંબરનો ગ્રહ છે તેનો વ્યાસ પૃથ્વી કરતા ચાર ગણો છે.

યુરેનસનું જૂનું નામ 'જ્યોર્જસ સ્ટાર' હતું સંસ્કૃતમાં તેને અરૂણ ગ્રહ કહે છે.

સૂર્યથી અતિ દૂર આવેલો યુરેનસ સૌથી ઠંડો ગ્રહ છે ત્યાં લઘુત્તમ તાપમાન માઇનસ ૨૨૪ ડિગ્રી રહે છે.

યુરેનસની ધરી આડી છે તેના ધ્રુવ સૂર્ય સામે રહે છે અને તે રીતે જ ધરીભ્રમણ કરે છે.

યુરેનસની શોધ પછી જ નેપ્ચ્યુનની શોધ શક્ય બનેલી.

યુરેનસ પ્રથમ એવો ગ્રહ છે કે જે ટેલિસ્કોપ વડે શોધાયો હોય.

યુરેનસ સૂર્યની પ્રદક્ષિણા કરવામાં આપણા ૮૪ વર્ષ જેટલો સમય લે છે. તેનો દિવસ ૧૭ કલાક અને ૧૪ મિનિટનો 

હોય છે.

ખૂબ જ ઝડપી ધરીભ્રમણ કરતો હોવાથી યુરેનસ પર પવનની ગતિ ૯૦૦ કિલોમીટર પ્રતિ કલાક હોય છે

યુરેનસને ૨૭ ચંદ્ર છે તે બધાના નામ શેક્સપિયર અને એલેકઝાન્ડર પોપની રચનાઓમાંથી લીધેલા છે.

યુરેનિયમ ધાતુનું નામ યુરેનસના નામ પરથી રાખ્યું  છે.


Google NewsGoogle News