Get The App

વૃક્ષ અને વનસ્પતિનું જાણવા જેવું .

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
વૃક્ષ અને વનસ્પતિનું જાણવા જેવું                   . 1 - image


* વનસ્પતિ પૃથ્વી પરની સજીવ સૃષ્ટિના જીવનચક્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે ઉપરાંત પૃથ્વી પરના પર્યાવરણને જીવવા લાયક રાખવામાં પણ તેનો ફાળો અમૂલ્ય છે.

* એક વૃક્ષ વર્ષે લગભગ ૧૨૦ કિલોગ્રામ ઓક્સિજન પેદા કરી વાતાવરણમાં ભેળવે છે.

* વૃક્ષો વાતાવરણમાંથી પુષ્કળ માત્રામાં કાર્બન ડાયોક્સાઈડનું શોષણ કરે છે.

* લીલા વૃક્ષો વાતાવરણનું તાપમાન ઘટાડે છે.

* વૃક્ષો પોતાનો ૯૦ ટકા ખોરાક વાતાવરણમાંથી અને માત્ર ૧૦ ટકા ખોરાક જમીનમાંથી મેળવે છે. તેનાં મૂળ જમીનનું ધોવાણ અટકાવે છે.

* વૃક્ષો લાંબુ આયુષ્ય ભોગવે છે, તે વૃધ્ધ થઈને મરતાં નથી પરંતુ પ્રાણી જંગલની આગ કે મનુષ્યો દ્વારા નાશ પામે છે.

* ભારતમાં વૃક્ષોની સૌથી વધુ જાત જોવા મળે છે.

* વૃક્ષો મૂળ દ્વારા ખોરાક મેળવે છે, પરંતુ તેનો વિકાસ ટોચ ઉપર નવી ડાળીઓ ફૂટીને થાય છે. થડમાં રહેલી ડાળીના સ્થાન કદી બદલાતા નથી.


Google NewsGoogle News