Get The App

થર્મોમીટરનું જાણવા જેવું .

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
થર્મોમીટરનું જાણવા જેવું                                     . 1 - image


ગ રમીનું પ્રમાણ જાણવા માટે થર્મોમીટર વપરાય છે, હવામાન, શરીર વગેરેના તાપમાન જાણવા માટે વિવિધ પ્રકારના થર્મોમીટર વપરાય છે, આજે ઈલેક્ટ્રોનિક થર્મોમીટર વિકસ્યાં છે પણ તેનો ઇતિહાસ બહુ જૂની અને રસપ્રદ છે.

બે હજાર વર્ષો પહેલા થઈ ગયેલા વિજ્ઞાાની ગેલને પ્રથમવાર ગરમીનું પ્રમાણ જાણવાની ઈચ્છા થઈ, તે જમાનામાં લોકોને ગરમી લાગતી અને તેનાથી દાઝી જવાય તેટલી જ ખબર હતી. અગ્નિને લોકો દેવ ગણતાં. ગેલન વિજ્ઞાાની હતો. તેને  ઉકળતા પાણી અને બરફ વચ્ચેના ભેદ જાણવાની ઈચ્છા  થઈ તેણે બરફ અને ઉકળતા પાણી વચ્ચેની ગરમીની સ્થિતિના ચાર ભાગ પાડી ગરમીનું માપ કાઢવાની પદ્ધતિ  શોધેલી. ૧૫મી સદીમાં વિજ્ઞાાનીઓ ગરમી વિશે વધુ જાણતા થયા, ગરમીની પ્રવાહીથી અને ધાતુ પર થતી અસરો વિશે જ્ઞાાન થયું. ગેલેલિયોએ ગરમીનું માપ જાણવા થર્મોસ્કોપ બનાવ્યું. આ સાદુ સાધન હતું. પાણી ભરેલા વાસણમાં કાચની નળી ઊભી મૂકવામાં આવતી. ગરમ થયેલું પાણી નળીમાં ઊંચે ચઢે  તેના પ્રમાણ ઉપરથી ગરમીનું માપ નીકળતું. તેમાં ચોકસાઈ નહોતી. ઈ.સ. ૧૬૦૮માં ટોરીસેલીએ કાચની સીલબંધ નળીમાં પ્રવાહી ભરીને નવું થર્મોમીટર બનાવ્યું. તેમાં થોડી  ચોકસાઈ આવી. રોબર્ટ હૂક નામના વિજ્ઞાાનીએ કાચની નળીમાં રંગીન આલ્કોહોલ ભરીને થર્મોમીટર બનાવ્યું. તેણે બરફથી માંડીને ઉકળતા પાણીની ગરમીમાં રાખી આલ્કોહોલ નળીમાં ચઢે તે પ્રમાણના ૫૦૦ ભાગ પાડીને નળી પર આંક લખ્યા. ઈંગ્લેન્ડની  રોયલ સોસાયટીએ આ થર્મોમીટરને માનયતા આપી હતી. આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને નળીમાં પારો ભરી ડેનિયલ ફેરનહિટે સફળ થર્મોમીટર બનાવ્યું, તેણે ગરમીના પ્રમાણમાં 'સ્ટેનહીટ' નામ આપ્યું. આજે તે માપ 'ફેરનહીટ' તરીકે ઓળખાય છે. આજે સેલ્સિયલ ડિગ્ પણ તાપમાનના પ્રમાણ તરીકે જાણીતું છે. તેની શોધ સેલ્શિયસ નામના વિજ્ઞાાનીએ કરેલી. સેલ્શિયસ દશાંશ પદ્ધતિનું  પ્રમાણ માપ છે, લેબોરેટરીમાં સુક્ષ્મ પ્રમાણમાપ માટે કેલ્વીને શોધેલું કેલ્વીન પ્રમાણમાપ વપરાય છે.


Google NewsGoogle News