વિશ્વપ્રસિધ્ધ અજાયબી જમ્બો હાથી .
આજે આપણે કોઈ પણ મોટી વસ્તુને જમ્બો કરીએ છીએ. આ જમ્બો શબ્દ ઇ.સ.૧૮૬૧માં થઈ ગયેલા એક મહાકાય હાથીના નામ પરથી આવ્યો છે. જમ્બો હાથીનો જન્મ ૧૮૬૧માં સુદાનમાં થયો હતો. સૌ પ્રથમ તે પેરિસ ખાતેના ઝુમાં અને ત્યાર બાદ લંડનના ઝૂમાં આકર્ષણનું કેન્દ્ર બનેલો. ત્યાર બાદ તેને ૧૮૮૨માં એક સરકસને વેચી દેવાયેલો. ચાર મીટર ઊંચા આ કદાવર હાથી પર ઝૂ જોવા આવતાં બાળકોને સવારી કરાવાતી. બાળકોને તે અતિપ્રિય હતો. ઇ.સ.૧૮૮૨માં તેને સરકસને વેચી દેવાના નિર્ણયનો શાળાના બાળકોએ જબ્બર વિરોધ કર્યો હતો. ઇ.સ.૧૮૮૫ માં ઓન્ટારિયોમાં એક રેલ્વેની એન્જિનની હડફેટે આવતાં જમ્બોનું મૃત્યુ થયેલું. તેનું હાડપિંજર ન્યુયોર્કના અમેરિકન મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીમાં સાચવવામાં આવ્યું હતું.