Get The App

ભારતના વિશાળ વડલા .

Updated: Jan 8th, 2021


Google NewsGoogle News
ભારતના વિશાળ વડલા               . 1 - image


ભરૂચ નજીક નર્મદાકિનારે આવેલો કબીરવડ તેની વિશાળતા માટે વિશ્વ પ્રસિદ્ધ છે. ૩.૫ એકરમાં ફેલાયેલા આ વડલાના વૃક્ષને ૩૦૦૦ જેટલી વડવાઈઓ છે તેની નીચે ઊભા હોઈએ ત્યારે વડલાના ગાઢ જંગલમાં ઊભા હોઈએ તેવું લાગે. આ વડલા હેઠળ ૭૦૦૦ સૈનિકોએ આશરો લીધો હોવાનું ઇતિહાસમાં નોંધાયેલું છે. કબીર વડ ૫૫૦ વર્ષ જૂનો છે.

કોલકાતાના બોટનિકલ ગાર્ડનનો વડલો પણ જાણીતો છે. ૨૦૦ વર્ષ જૂનો આ વડ ૪૫૫ ચોરસમીટર ઘેરાવામાં ફેલાયેલો છે.

આંધ્રપ્રદેશ અનંતપુરમમાં આવેલા વિશાળ વડલાને મોટા વડ તરીકે ગીનેસ બુકમાં સ્થાન મળ્યું છે. ૫.૨ એકરના ઘેરાવામાં ફેલાયેલા આ વડલાને ૧૧૦૦ વડવાઈઓ છે.


Google NewsGoogle News