Get The App

સૌથી લાંબા પાન વાળું વૃક્ષ રાફિઆ પામ

Updated: Feb 21st, 2025


Google NewsGoogle News
સૌથી લાંબા પાન વાળું વૃક્ષ રાફિઆ પામ 1 - image


વનસ્પતિમાં સૌથી લાંબા પાન ધરાવતા તાડ જેવા વૃક્ષો પશ્વિમ આફ્રિકાના નાઈજિરિયા, કેમેરૂન, કોંગો અને એંગોલામાં જોવા મળે છે. રાફિઆ પામ તરીકે ઓળખાતા આ વૃક્ષના પાન ૨૫ મીટર લાંબા હોય છે. એટલે જમીનમાંથી પાન ફૂટયા હોય તેવુ દેખાય છે. ૨૫ મીટર લાંબા પાનની ધરી પર બંને તરફ ૧૮૦ જેટલા પાતળા પાનની કતાર હોય છે. તે લગભગ છ થી સાત સેન્ટીમીટર લાંબા હોય છે. પાનની ઉપરનો ભાગ લીલો અને નીચેનો ભાગ ભૂખરો અને ચીકણો હોય છે. રાફિયા પામ પુખ્ત થાય ત્યારે થડની ઊંચાઈ વધે છે. અને પાનની વચ્ચે ફૂલ બેસે છે. ત્યારબાદ ૯ સેન્ટીમીટર લાંબા લંબગોળ ફળ બેસે છે. ફળ ઉપર ચોરસ પેટર્ન હોય છે. રાફિયા પામના પાનનો ઉપયોગ ટોપલા, ટોપલી જેવી ચીજો બનાવવામાં થાય છે. સ્થાનિક લોકો આ પાનનો ઉપયોગ ઝૂંપડા બનાવવા પણ કરે છે.


Google NewsGoogle News