સૂર્યનું અજાયબ જીવનચક્ર .
પૃથ્વીને પ્રકાશ અને ઉર્જા આપતા સૂર્યના કેન્દ્રમાં કરોડો સેલ્શિયસ ડિગ્રી તાપમાન હોય છે. તેનું કેન્દ્ર ઉકળતો ચરૂ છે. તેમાંથી ગરમી અને પ્રકાશ બ્રહ્માંડમાં ફેલાય છે. વિજ્ઞાનીઓએ સૂર્યનો અભ્યાસ કરીને તેના ભવિષ્ય અંગે રોમાંચક તારણો કાઢયા છે. સૂર્ય સુપરનોવાના પ્રલયકારી વિસ્ફોટમાં નાશ પામશે. જો કે તેને પાંચ અબજ વર્ષની વાર છે. સૂર્યના કેન્દ્રમાં રહેલો હાઈડ્રોજન ખલાસ થયા પછી હિલિયમનો વપરાશ શરૂ થશે અને તે ખલાસ થયા પછી સૂર્યની બાહ્ય સપાટી ઠંડી પડી જશે અને તે લાલ રંગનો ગોળો બની જશે. આ ગોળાનું કદ વધવા માંડશે ત્યારે તેના કેન્દ્રમાં રહેલા કાર્બન અને સિલિકોન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ લોખંડ બનશે તે ઉર્જાનું શોષણ કરશે સૂર્યનો ગોળો નાનો થઈ પ્રચંડ વિસ્ફોટ થઈ નાશ પામશે.. આ વિસ્ફોટને સુપરનોવા કહે છે.