Get The App

દેડકાંની અજાયબ સુષુપ્તાવસ્થા

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
દેડકાંની અજાયબ સુષુપ્તાવસ્થા 1 - image


ચો માસામાં ડ્રાઉં ડ્રાઉં કરતા જોવા મળતા સંખ્યાબંધ દેડકાં ઉનાળા અને શિયાળામાં ક્યાં ચાલ્યા જાય છે તેની ખબર નથી પડતી. અને ચોમાસાના પહેલા વરસાદમાં જ ક્યાંકથી એક સામટાં ટપકી પડે છે. 

દેડકાં ઠંડા લોહીનો જીવ છે. તે વધુ પડતી ઠંડી કે ગરમી સહન કરી શકે નહીં. ચોમાસાનું હવામાન તેને અનુકુળ છે પણ શિયાળાની ઠંડી અને ઉનાળાની ગરમી તે સહન કરી શકે નહીં. કુદરતે તેને આ વિષમતાથી બચવા અજાયબ રીત આપી છે. ચોમાસુ પુરુ થતાં જ બધા જ દેડકા જમીનમાં દટાઈને સમાધિમાં સરી પડે છે. તેને સુષુપ્તાવસ્થા કહે છે. શિયાળા અને ઉનાળામાં તે જમીનમાં દટાયેલા હોય છે. તેમનો શ્વાસ અત્યંત ધીમો કે બંધ થઈ જાય છે.  શરીરમાં સંગ્રહાયેલી ચરબીથી તે જીવિત રહે છે અને હલનચલન કરતાં નથી. ચોમાસાનો વરસાદ થાય અને પાણી જમીનમાં ઉતરે ત્યારે તે જાગૃત થઈને જમીન પર આવી જાય છે. ઘણા પ્રાણીઓ સુષુપ્તાવસ્થામાં જાય છે. પરંતુ દેડકાં સૌથી લાંબો સમય આ સ્થિતિમાં રહી શકે છે.


Google NewsGoogle News