ઠંડીથી રક્ષણ આપતા ગરમ કપડાંનું વિજ્ઞાન
ઠંડી સામે રક્ષણ મેળવવા ઉનના બનેલા સ્વેટર ટોપી વગેરે ઉપયોગી થાય છે. આ કપડા પહેરવાથી શરીરમાં હૂંફ મળે છે એટલે આપણે તેને ગરમ કપડાં કહીએ છીએ પરંતુ ખરેખર તે ગરમ હોતા નથી. ગરમીના અવાહક હોવાથી શરીરની ગરમીને બહાર જતી રોકે છે. ગરમી રેડિએશન છે. તે આપમેળે માધ્યમમાં આગળ વધે છે. આપણા શરીરમાંથી ગરમી વહીને બહારની ઠંડી હવામાં ભળતી હોય છે. શિયાળામાં આ ક્રિયા વધુ ઝડપથી થાય છે એટલે આપણને ઠંડી લાગે છે. ગરમી હવા અને ધાતુના માધ્યમમાંથી ઝડપથી આગળ વધે છે પરંતુ ઉનના રેસામાંથી ગરમી પસાર થઈ શકતી નથી. કપાસના રેસામાં પણ આવો ગુણ છે પરંતુ તેમાં ઓછી ક્ષમતા છે. આપણા શરીરની આસપાસ ઉનનું આવરણ શરીરની ગરમીને બહાર જતી રોકી ગરમી જાળવી રાખે છે. ઉનના કપડાં વાતાવરણની હવા અને પવનના સીધા સંપર્કથી બચાવે છે.