ઇજિપ્તનો વિરાટ કરોળિયો કેમલ સ્પાઈડર
ઇ જિપ્તની દંતકથાઓમાં ભયાનક હિસંક અને વિરાટ કદના વીંછી, કરોળિયા અને કીડી જેવા જંતુઓની ઘણી વાતો પ્રચલિત છે. આ વાતો અતિશયોક્તિ ભરેલી હોય છે. પરંતુ ઇજિપ્તમાં જોવા મળતા કેમલ સ્પાઇડર કરોળિયા કદમાં ભલે નાના હોય પણ ભયાનક અને હિંસક તો હોય છે.
રણપ્રદેશમાં થતા આ કરોળિયા ૨ ફૂટ લાંબા હોય છે. તેને આઠ પગ હોય છે. કેમલ સ્પાઈડરમાં પણ જુદી- જુદી હજાર જાત જોવા મળે છે. આ કરોળિયાના માથામાં બે ડંખ હોય છે. તેને દાંત હોતા નથી પણ ડંખમાંથી નીકળતું તેજાબી ઝેરી પ્રવાહી શિકારની ચામડીને બાળી નાખે છે. આ કરોળિયા ઊંઘતા ઊંટનું પેટ ચીરીને ખાઈ જાય છે. કરોળિયાના આઠે પગમાં ઘણા સાંધા હોય છે. તે ઝડપથી દોડી શકે છે. તેના પાછલા પગમાં સૂક્ષ્મવાળ હોય છે. તેના વડે નજીકમાં થતું હલનચલન પારખી શકે છે. તેની મોટી આંખ આકારોને ઓળખી શકે છે.
આ કરોળિયાનો દુશ્મન વીંછી છે. કરોળિયા અને વીંછીની લડાઈ જોવા જેવી હોય છે. ઇજિપ્તના આદિવાસીઓ કરોળિયા અને વીંછીને પકડીને તેને લડાવે છે અને તે જોવાનો આનંદ માણે છે.