Get The App

જ્વાળામુખી પર્વતોનું અવનવું .

Updated: Apr 18th, 2025

GS TEAM


Google News
Google News
જ્વાળામુખી પર્વતોનું અવનવું                                   . 1 - image


- જ્વાળામુખી પર્વતો સક્રિય થાય ત્યારે આસપાસના વિસ્તારોમાં તબાહી સર્જાય છે. ગ્રીક દંતકથાના અગ્નિદેવ વલ્કાનના નામ ઉપરથી તેને અંગ્રેજીમાં વલ્કાનો કહે છે.

- પૃથ્વી પરના બધા જ જ્વાળામુખી ભયજનક હોતાં નથી અને દરરોજ લગભગ ૧૦ થી ૨૦ જ્વાળામુખી સક્રિય હોય છે. પૃથ્વી પર લગભગ ૧૫૦૦ જેટલા જ્વાળામુખી સક્રિય હોય છે.

- દક્ષિણ ધ્રુવના બર્ફીલા પ્રદેશમાં પણ એક સક્રિય જ્વાળામુખી છે તે ફાટે ત્યારે બરફના કણો ઉડે છે. આ જ્વાળામુખીનું નામ માઉન્ટ ઈરેબસ છે.

- ઈન્ડોનેશિયાનો કાવાઈજેન જ્વાળામુખી ભૂરા રંગના ભડકા પેદા કરે છે.

- ઈ.સ. ૧૬૦૦માં પેરૂનો એક જ્વાળામુખી સક્રિય થયેલો તેની રાખ અને રજકણો રશિયા સુધી પહોંચેલા અને ત્યાં દુષ્કાળ પડેલો.

- ઈ.સ. ૧૯૪૩માં મેક્સિકોના એક ખેતરમાં ઓચિંતા જ ગરમ પાણીનો ઝરો ફૂટયો. થોડા સમયમાં જ તે વિસ્તારની જમીન ઊંચકાઈને ઊંચો ટેકરો બની ગયો. એક વર્ષ પછી ત્યાં ૧૧૦૦ ફૂટ ઊંચો જ્વાળામુખી બન્યો.

- ઈ.સ. ૧૯૮૬માં આફ્રિકાના કેમેરૂનમાં જ્વાળામુખી દ્વારા બનેલા તળાવમાંથી ઓચિંતા જ કાર્બન ડાયોક્સાઈડ વછૂટવા લાગ્યો અને ગણતરીની મિનિટોમાં તે વિસ્તારમાં ૨૦૦ લોકોનાં મોત થયા હતા.

- પૃથ્વી પર મોટાભાગના જ્વાળામુખીઓ પૈકી ૭૫ ટકા પેસિફિક સમુદ્રના કાંઠાની રિંગ ઓફ ફાયર ઉપર આવેલા છે.

- પેસિફિક સમુદ્રના તળિયે સૌથી મોટો જ્વાળામુખી 'ટેમૂમાસિફ' ૧૪૬૨૦ ફૂટ ઊંચો છે તે જાપાન નજીક આવેલો છે.

Tags :