જગતનાં જોવા જેવાં અજાયબ વૃક્ષો
યુકેલિપ્ટસ :
સુગંધીદાર યુકેલિટસ જાણીતું વૃક્ષ છે છાલ વિનાના લીસી સપાટીવાળા થડ અને લાંબા પાનથી તે મોહક દેખાય છે. યુકેલિપ્ટસ પ્રમાણમાં સાંકડા અને ઘણા ઊંચા વૃક્ષો છે. યુકેલિપ્ટસ જંગલની આગ સામે આપમેળે રક્ષણ મેળવી લેતા હોવાની ક્ષમતા ધરાવે છે. યુકેલિપ્ટસ ઉત્તર ગોળાર્ધનું વૃક્ષ છે. આ વૃક્ષની થડની છાલ દર વર્ષે નવી આવે છે એટલે હંમેશા તાજા દેખાય છે.
એલિયા બોઈબોન
ગ્રીસના આનો વુવ્સ ગામે આવેલું એક ઓલિવનું વૃક્ષ ત્રણથી ચાર હજાર વર્ષ જૂનું છે. પૃથ્વી પર આ પ્રકારના માત્ર સાત જ વૃક્ષો છે. આ વૃક્ષનું થડ ૧૫ ફૂટ વ્યાસનું છે અને હજી પણ ફળ આપે છે. આ વર્ષે લગભગ ૨૦૦૦ સહેલાણીઓ આ વૃક્ષ જોવા આવે છે.
એન્જલ ઓક
અમેરિકાના સાઉથ કેરોલિનાના જોહન્સ આઇલેન્ડ પર ૩૦૦ થી ૪૦૦ વર્ષ જૂનું એન્જેલ ઓકનું વૃક્ષ છે. ૨૦ મીટર ઊંચું આ વૃક્ષ ૭ મીટરનો ઘેરાવો ધરાવે છે. ૧૩૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં છાંયડો પાથરતું આ વૃક્ષ જાડા થડ જેવી ડાળીઓ ધરાવે છે. મિસિસિપી નદીના કિનારા પરનું આ અદ્ભૂત વૃક્ષ છે.
(૪) ભારતનો કોલકાતા લોટાનિકલ ગાર્ડનનો વિશાળ વડલો જાણીતો છે. તેમ પોલેન્ડમાં ૧૯૩૦માં વાવેલા પાઈનના ૪૦૦ વૃક્ષોનો સમૂહ પણ જાણીતો છે. બીજા વિશ્વયુદ્ધમાં વ્હાણો બનાવવાના લાકડાં માટે આ વૃક્ષો વાવેલા પણ તેનો ઉપયોગ થયો નહોતો. આજે વિશાળ વિસ્તારમાં ઉભેલા આ વૃક્ષોનું જંગલ જોવા જેવું છે. તમામ વૃક્ષોના થડ એક જ પેટર્નમાં વળેલા હોય તેમ ઊગેલા છે.