Get The App

અજબ-ગજબ .

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
અજબ-ગજબ                                                   . 1 - image


* ઇન્ડોનેશિયા ૧૩૬૬૭ ટાપુઓનો બનેલો દેશ છે.

* બીજા વિશ્વયુદ્ધમાં બર્લીન પર વિરોધી દળોએ ફેંકેલા બોંબથી માત્ર એક ઝૂમાં રહેલા હાથીનું જ મોત થયેલું.

* અમેરિકામાં ૨૦૦૦ના વર્ષમાં ૮૯૮ ચક્રવાતના તોફાન આવેલા.

* ઇ.સ. ૧૬૬૬માં લંડનમાં લાગેલી આગ ગ્રેટ ફાયર તરીકે જાણીતી છે. આગમાં અર્ધુ લંડન નાશ પામ્યું હતું પરંતુ કોઈ જાનહાની થઈ નહોતી. માત્ર છ વ્યક્તિ ઘાયલ થયેલા.

* અમેરિકાના પ્રખ્યાત સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને સખત પવનોનો સામનો કરવો પડે છે. તીવ્ર પવનમાં તે ત્રણ ઇંચ જેટલું હાલકડોલક થાય છે.

* ઓસ્ટ્રેલિયામાં કેટલાંક કાંગારૂની જાતિના બચ્ચાં જન્મે ત્યારે માત્ર બે સેન્ટીમીટર લાંબા હોય છે.

* અમેરિકાના ૨૦મા પ્રમુખ જેમ્સ ગાર્ફિલ્ડ એક હાથે ગ્રીક અને બીજા હાથે લેટિન એમ બે ભાષા એક સાથે લખી શકતા હતા.

* લોસ એન્જેલસમાં માણસોની વસતિ કરતાં વાહનોની સંખ્યા ઘણી વધારે છે.

* હવાઈની ભાષામાં માત્ર ૧૨ મૂળાક્ષર છે.


Google NewsGoogle News