ભારતની પ્રાચીન અજાયબી શ્રવણ બેલગોલાની ગોમતેશ્વરની મૂર્તિ
ભા રતના કર્ણાટકમાં બેંગ્લોરથી ૧૫૮ કિલોમીટરના અંતરે આવેલું શ્રવણબેલગોલા ભગવાન ગોમેતશ્વરની વિરાટ મૂર્તિથી પ્રસિધ્ધ છે. ૫૫ ફૂટ ઊંચી ભગવાન બાહુબલિની આ મૂર્તિ ૧૦મી સદીમાં સ્થાપના કરવામાં આવેલી ઊંચી ટેકરી ઉપર ગ્રેનાઈટના એક જ ખડકમાંથી કંડારાયેલી આ મૂર્તિ ૫૫ ફૂટ ઊંચી છે અને ૩૦ કિલોમીટર દૂરથી જોઈ શકાય છે. આ પ્રકારની પથ્થરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગણાય છે. શ્રવણબેલગાલ જૈનોનું યાત્રાધામ છે.