એક તરફથી જોઈ શકાય તેવા સોલરાઈઝ્ડ કાચ
કે ટલીક કારની બારીમાં એવા કાચ હોય છે કે કારની અંદર બેઠેલા લોકો દેખાય નહીં. પણ તેઓ બહારના દ્રશ્યો જોઈ શકે. આવા કાચને સોલરાઈઝ્ડ કાચ કહે છે. સાદા કાચને સોલારાઈઝ્ડ બનાવવા માટે તેમાં ઘેરા રંગનું રેજીન મેળવવામાં આવે છે. આ કાચ પ્રકાશના કિરણોનું શોષણ કરે છે. એટલે પ્રકાશિત દ્રશ્યો તેમાંથી જોઈ શકાય છે પરંતુ ઓછા અજવાળામાં બેઠેલા લોકો દેખાતાં નથી. આ વાત સમજવા માટે કાચ ઉપર પ્રકાશના કિરણો પડે ત્યારે શું થાય તે જાણવું પડે.
કાચ ઉપર પ્રકાશ પડે ત્યારે ત્રણ ક્રિયા થાય છે. કાચ કેટલાક કિરણોનું પરાવર્તન કરી પાછા ધકેલે છે તેને રીફ્લેક્શન કહે છે. કેટલાક કિરણોનું શોષણ કરે છે અને અંધારું હોય તો કાચમાંથી પરાવર્તન થઈને આપણું પ્રતિબિંબ દેખાય. સોલરાઈઝડ કાચમાં આ પ્રક્રિયા વધારે થાય છે એટલે કાચ પાછળ થોડો ઘણો પ્રકાશ હોય તો પણ કિરણોનું પરાવર્તન થઈને પાછળનું દ્રશ્ય દેખાતું નથી. અંદર બેઠેલા લોકોને બહારના પ્રકાશિત દ્રશ્યો દેખાય છે. આ ગોગલ્સમાં પણ આ જ પ્રક્રિયા થાય છે.