છઠ્ઠું જીવજગત : વાઈરસ .
પૃ થ્વી પરની સજીવ સૃષ્ટિમાં હજારો જાતના વનસ્પતિ, પ્રાણી, પક્ષીઓ, જળચર, ઈયળ, અળશિયા અને જંતુઓ છે. જીવવિજ્ઞાનીઓ આ બધાનો અભ્યાસ કરીને કંઇકને કંઇક નવી ઉપયોગી શોધ કરતા હોય છે. આટલી વિશાળ વિવિધતાનો અભ્યાસ પધ્ધતિસર કરવા માટે વિજ્ઞાનીઓએ જીવજગતને પાંચ ભાગમાં વહેંચ્યું. તેને કિંગડમ કહે છે. મોનેરા કિંગડમમાં એકકોષી જીવ અને બેકટેરિયા આવે. પ્રોટિસ્ટામાં બહુકોષીય જીવો આવે, ફંગી કિંગડમમાં જુદી-જુદી ફૂગ આવે, પ્લાન્ટ કિંગડમમાં બધા વૃક્ષો, વેલાઓ અને છોડ આવે, એનિમલ કિંગડમમાં પ્રાણીઓ, પક્ષીઓ માણસ અને જળચરો આવે. પરંતુ વિજ્ઞાનીઓએ નવું એક છઠ્ઠું જીવનજગત પણ બનાવ્યું જેમાં વાઇરસ જ આવે છે.
બધા જ સજીવોના શરીર કોષોના બનેલાં છે. પણ માણસો અને પ્રાણીઓનાં શરીરમાં ઘુસી રોગ કરનારા વાઇરસ કોષના બનેલા નથી. ઘણા વિજ્ઞાનીઓ તો વાઇરસને સજીવ પણ ગણતાં નથી. વાઇરસ ખોરાક લેતાં નથી કે અન્ય સજીવો જેવી. કોઇ ક્રિયા કરતાં નથી. માત્ર વિકાસ કરે છે. વિજ્ઞાનીઓ પણ આ વાતને સમજી શકતા નથી એટલે વાઇરસ સજીવ છે કે નિર્જીવ એ બાબતે મતભેદો છે પણ એક વાત ચોક્કસ કે વાઇરસ વિકાસ કરે છે અને બીજા વાઇરસને જન્મ આપે છે. વાઇરસ નજરે દેખાતાં નથી પરંતુ તેના મુખ્ય બે ભાગ છે એક બાહ્ય દીવાલ અને તેની અંદર થોડી ડી.એન.એ. આ ડીએનએ વડે તે બીજા વાઇરસને જન્મ આપે છે. તેની દીવાલ મજબૂત પ્રોટિનની બનેલી હોય છે એટલે વર્ષો સુધી નાશ પામતાં નથી કે મારી શકાતા.