રણનું વહાણ : ઊંટ .
* ઊંટ રણપ્રદેશનું જાણીતું પ્રાણી છે. વિષમ વાતાવરણમાં રહેતા ઊંટ ઘણી વિશિષ્ટતા ધરાવે છે. આપણામાં કહેવત છે કે ઊંટના અઢાર વાંકા પરંતુ તેના શરીરની રચના જ તેને રણપ્રદેશમાં જીવિત રાખે છે.
* ઊંટના પગ લાંબા હોવાથી તેનું શરીર જમીનની ગરમીથી ઘણું દૂર રહે છે અને ડોક લાંબી હોવાથી મગજ તો જમીનથી ઘણી ઊંચાઈએ રહે છે તેથી જમીનની ગરમીની અસર ઓછી થાય છે.
* ઊંટને પીઠ પર ખૂંધ હોય છે. ગોબીના રણમાં થતા ઊંટને બે ખૂંધ હોય છે. ખૂંધમાં પાણીનો સંગ્રહ થતો હોવાની વાત ખોટી છે. તેમાં શરીરની વધારાની ચરબી સંગ્રહ થાય છે.
* ઊંટના પગના તળિયા ગાદીવાળા હોય છે તેનાથી તે રેતીમાં પણ ૬૦ કિલોમીટરની ઝડપે દોડી શકે છે.
* ગરમી, પવન અને ઊડતી રેતીથી બચવા ઊંટની આંખ પર બે પોપચાં હોય છે અને કાન ઉપર વાળ હોય છે.
* ઊંટ શાકાહારી છે અને તે લગભગ બધી જ વનસ્પતિ ખાય છે.
* બેકટ્રીયન ઊંટના શરીર પર ઠંડીથી બચવા શિયાળામાં ભરચક વાળ ઊગે છે. ઉનાળામાં આ વાળ ખરી પડે છે અને તેની લીસી ચામડી સૂર્યપ્રકાશનું પરાવર્તન કરી ગરમીમાં રાહત આપે છે.