દરિયાઈ ઘોડો એટલે કે સી હોર્સ
સ મુદ્રમાં નાના મોટા જાતજાતના જળચર જોવા મળે. પૃથ્વી પર સ્થળચર પ્રાણીઓ કરતાં પણ વધુ વિલક્ષણ જળચરો સમુદ્રમાં છે. તેમાં સી-હોર્સ તદ્દન અલગ છે. ઘોડા જેવા માથાવાળું આ નાનકડું જળચર માથું ઊંચું રાખીને છટાથી તરતું હોય છે. તેની લંબાઈ છ કે આઠ ઇંચ હોય છે. તે લીલા, કેસરી, લાલ કે કાળા ચટાપટાવાળા એમ વિવિધ રંગના હોય છે. મોટું પેટ અને આગળની તરફ વળેલી પૂંછડી તેને વિશિષ્ટ દેખાવ આપે છે. તેને શરીર પર બંને તરફ આંખો હોય છે તે વીંઝીને તે પાણીમાં રસ્તો કાપે છે. સી હોર્સ યુગલમાં જ રહે છે દરિયામાં હંમેશા નર અને માદા એમ બે સી હોર્સ સાથે જ જોવા મળે.
સી હોર્સ એક જ એવું જળચર છે કે જેમાં માદા નરની પેટ ઉપર રહેલી કોથળીમાં ઈંડા મૂકી ચાલી જાય છે. બચ્ચાને જન્મ આપવાનું અને ઉછેરવાનું કામ નર સી હોર્સ કરે છે.