Get The App

વિશ્વના વિજ્ઞાનીઓ : ડલેન લાઈટનો શોધક નિલ્સ ડલેન

Updated: Feb 21st, 2025


Google NewsGoogle News
વિશ્વના વિજ્ઞાનીઓ : ડલેન લાઈટનો શોધક નિલ્સ ડલેન 1 - image


આજે પ્રકાશ અને ઉર્જા મેળવવાનો મુખ્ય સ્ત્રોત વીજળી છે પરંતુ ૨૦૦ વર્ષ અગાઉ વીજળીનો ઉપયોગ મર્યાદિત હતો ત્યારે ગેસ વડે પ્રકાશ અને ઉર્જા મેળવવાના અનેક સાધનો હતો. તેમાં ડલેન લાઈટ મુખ્ય છે. ડલેન લાઈટની શોધ નિલ્સ ગુસ્ટાફ ડલેન નામના વિજ્ઞાનીએ કરી હતી.  તેણે વીજળી વિના પ્રકાશ અને ઉર્જા મેળવવાના ઘણા સાધનો શોધેલા. ૧૯૧૨માં તેને ફિઝિકસનું નોબેલ એનાયત થયું હતું.

નિલ્સ ડલેનનો જન્મ ઇ.સ.૧૮૩૬ના નવેમ્બરની ૩૦ તારીખે સ્વીડનના સ્ટેનસ્ટોપ ગામે થયો હતો. તેણે શાળામાં જઈ શિક્ષણ નહોતુ લીધું પણ ઘરે જ અભ્યાસ કર્યો હતો. ખેડૂત પરિવારમાં જન્મેલો ડલેન કિશોરાવસ્થામાં જ ખેતી અને પશુપાલનના કામમાં લાગી ગયો હતો છતાં પણ તેને ટેકનિકલ બાબતોમાં ખૂબ જ રસ હતો. કિશોર વયમાં જ તેણે દૂધમાં ફેટનું પ્રમાણ જાણવાનું સાધન બનાવેલું. આ સાધન તેણે એક વિજ્ઞાનીને બતાવ્યું.  પેલો વિજ્ઞાની ખુશ થઈ ગયો અને ડલેનની પ્રતિભા વિકસાવવા તેને ચાલ્મર્સ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાં ભણવાની વ્યવસ્થા કરી આપી. ડલેને ૧૮૯૬માં ટેકનિકલ ક્ષેત્રે ડોકટરની ડિગ્રી મેળવી લીધી. ૧૯૦૬માં તેને એક ગેસ કંપનીમાં એન્જીનિયર તરીકે નિમણૂક મળી. અહીં જ તેણે સંશોધનો કરીને વિવિધ લાઈટસની શોધ કરી જે ગેસ વડે ચાલતી અને દિવાદાંડીમાં દૂર સુધી પ્રકાશ ફેંકવામાં ઉપયોગી થતી. ઇ.સ. ૧૯૧૨માં એસિટિલીનનો પ્રયોગ કરતાં વિસ્ફોટ થયો ત્યારે ડલેન અંધ બની ગયો. ૧૯૩૭ના ડિસેમ્બરમાં તેનું અવસાન થયું હતું.


Google NewsGoogle News