પહાડી વિસ્તારોમાં થતાં ભૂસ્ખલનનું વિજ્ઞાન

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
પહાડી વિસ્તારોમાં થતાં ભૂસ્ખલનનું વિજ્ઞાન 1 - image


ભારે વરસાદને કારણે પહાડી વિસ્તારમાં ભેખડો ઘસી પડે છે અને પહાડ પરથી માટી અને કાદવ સહિત મોટા મોટા રોડા અને પથ્થરો રસ્તા કે જમીન પર છવાઇ જાય છે. આ ઘટનાને ભૂસ્ખલન કે લેન્ડસ્લાઇડ કહે છે.

ભૂસ્ખલન એક વિલક્ષણ ભૌગોલિક ઘટના છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ દરેક વસ્તુને પોતાના કેન્દ્ર તરફ ખેંચે છે. જમીનને સમાંતર રહેલી વસ્તુઓ પર આ બળ તટસ્થ થાય છે. પર્વતોના ઢોળાવ પર કાંકરા, માટી, નાનામોટા પથ્થરો વિગેરે માટી સાથે જોડાઇને ટકી રહ્યા હોય છે. ભારે વરસાદથી તેમાં રહેલી માટી ભીની થઇ પીગળે ત્યારે ખડકોને ઊંચાઇ પર ટકાવી રાખતું બળ ઘટી જાય છે. ત્યારે આ બધો કદડો જમીન તરફ ગબડે છે. આ બે પ્રકારે ઘટના થાય છે. પાણીથી ધોવાઇને કે ભારે પવનને કારણે. આ ઘટના પળવારમાં જ થાય છે અને એટલી મોટી માત્રામાં થાય છે કે જમીન પર સેંકડો કિલોમીટરમાં કાદવ કિચડ બબ્બે ફૂટના થર પથરાઇ જાય છે. એકાએક થયેલા ભૂસ્ખલનથી પહાડી વિસ્તારના મકાનો દટાઇ ગયાના દાખલા પણ છે. ભેખડોના કાદવમાં ૨૦ ટકા પાણી હોય છે અને તે ૧૬૦ કિલોમીટરની ઝડપે જમીન તરફ ધસે છે. ગણતરીની મિનિટોમાં તે વિસ્તારનો નકશો બદલી નાખે છે.


Google NewsGoogle News