MRI મશીનનો શોધક રેમન્ડ ડેમેડિયન
- વિશ્વના વિજ્ઞાનીઓ
મા ણસને થતાં રોગોની તપાસ અને નિદાન માટે સ્ટેથેસ્કોપથી માંડી એકસરે અને વિવિધ લેબોરેટરી ટેસ્ટ શોધાયા છે. પરંતુ આધુનિક એમ.આર.આઈ. પધ્ધતિ સૌથી વધુ કાર્યક્ષમ છે. એમઆરઆઈ એક ઇમેજિંગ પધ્ધતિ છે. તેમાં શરીરના આંતરિક અવયવોની ઝીણવટ ભરી તસવીરો જોવા મળે છે. આ પધ્ધતિ કેન્સર જેવા ઘાતક રોગોની તપાસ કરવા ઉપયોગી થાય છે. એમઆરઆઈ મશીન ખૂબ જ મોટું હોય છે તે ઇલેકટ્રોમેગ્નેટનો ઉપયોગ કરે છે. આ મશીનની શોધ રેમન્ડ વહાન ડેમેડિયન નામના વિજ્ઞાાનીએ કરેલી.
રેમન્ડ વહાનનો જન્મ ઇ.સ. ૧૯૩૬ના માર્ચની ૧૬ તારીખે ન્યૂયોર્કમાં થયો હતો. તેણે વિસ્કોમ્સિન યુનિવર્સિટીમાં મેથેમેટિકલમાં બેચલરની ડિગ્રી બાદ આઈન્સ્ટાઈન કોલેજમાંથી એમડીની ડિગ્રી મેળવી હતી. સજીવના શરીરમાં પોટેશિયમ અને સોડિયમ હોવાથી તે મેગ્નેટિક ફિલ્ડ સાથે પ્રતિક્રિયા આપે છે. આ સિધ્ધાંતના આધારે તેણે મેગ્નેટિક ફિલ્ડનો ઉપયોગ કરીને માણસના આંતરિક અવયવોની તસવીર લેવાની
પધ્ધતિ શોધી. આ મશીનથી કેન્સરની ગાંઠ ઓળખી શકાય છે. તેવા દાવા સાથે શોધ જાહેર કરી ૧૯૭૭માં તેણે પોતાના મશીનથી કેન્સરનું નિદાન કરવામાં સફળતા મેળવી. તેણે એમઆરઆઈ મશીન બનાવવાની કંપની સ્થાપી આ શોધ બદલ તેને અમેરિકાનો સર્વોચ્ચ નેશનલ મેડલ ઓફ ટેકનોલોજી એનાયત થયો હતો. ૨૦૦૩માં તેનું નામ નોબેલ ઈનામ માટે વિવાદાસ્પદ બનેલું.
ડેમિડિયન ટેનિસનો સારો ખેલાડી અને સંગીતકાર હતો. પુસ્તકો પણ લખેલા, હાલમાં નિવૃત્ત જીવન વિતાવે છે.