ચિત્ર વિચિત્ર માછલીઓ
પ્રા ણી- પક્ષીઓની જેમ માછલીઓમાં પણ ચિત્ર વિચિત્ર પ્રકાર જોવા મળે છે. હીલ્સ અને સલમાન નામની માછલીઓ દરિયામાં રહે છે. પરંતુ ઇંડા મૂકવા માટે નદીમાં સામા પ્રવાહમાં તરીને નદીના મૂળ સુધી પ્રવાસ કરે છે. ઇલનામની માછલી નદીમાં રહે છે. પરંતુ ઇંડા મૂકવા માટે સમુદ્રના પાણીમાં આવે છે. ઇલ માછલીઓનો પ્રવાસ તો નવાઈ ઉપજાવે તેવો છે. સમુદ્રમાં મુકેલા ઇંડામાંથી ઇલ માછલી જન્મે ત્યારે જ પ્રવાસ શરૂ કરી તે એટલાન્ટીક સમુદ્રમાંથી યુરોપ અને અમેરિકાની નદીઓમાં થઈ તળાવમાં પહોચી જાય છે. લાખોની સંખ્યામાં ઇંડા મૂક્યા બાદ ઇલ માછલી મૃત્યુ પામે છે. પરંતુ ઇંડામાંથી એક ઇંચના બચ્ચાં જન્મીને જીવનયાત્રા શરૂ કરે છે. નદી અને તળાવમાં જીવન વિતાવ્યા બાદ પુખ્ત થયેલી ઇલ ઇંડા મૂકવા માટે સમુદ્રમાં આવે છે. જયાં ઇંડા મૂકીને મૃત્યુ પામે છે.