Get The App

મરકયૂરી લેમ્પનો શોધક પીટર કૂપર હેવિટ

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
મરકયૂરી લેમ્પનો શોધક પીટર કૂપર હેવિટ 1 - image


- વિશ્વના વિજ્ઞાનીઓ

થોમસ આલ્વા એડિસને વિજળીનો બલ્બ શોધ્યા પછી વીજળી વડે પ્રકાશ મેળવવાની પધ્ધતિઓમાં અનેક સંશોધનો શરૂ થયા. એડિસનનો બલ્બ પીળો ઝાંખો પ્રકાશ આપતો, ગરમ બહુ થતો અને વધુ ગરમ થઈને ઊડી જતો. આ બધી તકલીફો દૂર કરવાના પ્રયાસમાં વિજ્ઞાનીઓએ વધુ પ્રકાશ આપતા અને ટકાઉ બલ્બ તેમજ ટયુબલાઈટની શોધ કરી. તેમાં મરક્યુરી લેમ્પ મહત્વનો છે અને તેના શોધક પીટર ક ૂપર હેવિટનું સ્થાન મોખરે છે.

હેવિટનો જન્મ ઇ.સ.૧૮૬૧ના મે માસની પાંચ તારીખે અમેરિકામાં ન્યૂયોર્કના સમૃધ્ધ પરિવારમાં થયો હતો. તેનો પરિવાર એન્જિનિયરીંગ ક્ષેત્રે પ્રસિધ્ધ હતો. તેના દાદા કૂપર અમેરિકાના મોટા ઉદ્યોગપતિ હતા. પીટરને એન્જિનિયરીંગ અને વિજ્ઞાનનું જ્ઞાન વારસામાં મળેલું. બાળવયમાં જ તેને એન્જિનિયરીંગમાં રસ હતો અને જાતજાતના યાંત્રિક રમકડા બનાવતો. તેના પિતા ન્યૂયોર્કના મેયર હતા એટલે તેને શિક્ષણ પણ સારું મળેલું માધ્યમિક અભ્યાસ સ્ટીવન્સ ઇન્સ્ટીટયૂટ પૂર્ણ કરીને પીટરે કોલંબિયા યુનિવર્સિટિના સ્કૂલ ઓફ માઈન્સમાં ઉચ્ચ શિક્ષણ મેળવેલું. ઇ.સ. ૧૯૦૧માં તેણે મરક્યુરી એટલે પારાની વરાળ ભરેલો બલ્બ બનાવ્યો. તે સફેદ પ્રકાશ આપતો તેણે એ.સી.અને ડી.સી. કરન્ટથી ચાલતા બલ્બ પણ બનાવ્યા. પીટરે માત્ર પ્રકાશ આપતા બલ્બ જ નહિ પરંતુ ફોટોગ્રાફી, રેલ્વે અને ઉદ્યોગોેમાં ઉપયોગી થાય એવા બલ્બ પણ બનાવેલા. ઊંચા વીજપ્રવાહનો ઉપયોગ કરી શકે તેવા સેમિકન્ડકટ સાધનો વડે તેણે વીજપ્રવાહથી રોશની મેળવવાના ક્ષેત્રમાં ક્રાંતિકારી શોધ કરી હતી. તેને વિજ્ઞાનમાં યોગદાન બદલ ઘણા સન્માન મળ્યા. ઇ.સ.૧૯૨૧ના ઓગસ્ટની ૨૫ તારીખે પેરિસમાં તેનું અવસાન થયું હતું.


Google NewsGoogle News