ડલેન લાઈટનો શોધક નિલ્સ ડલેન
વિશ્વના વિજ્ઞાનીઓ
આ જે પ્રકાશ અને ઉર્જા મેળવવાનો મુખ્ય સ્ત્રોત વીજળી છે. પરંતુ બસો વર્ષ અગાઉ વીજળીનો ઉપયોગ મર્યાદિત હતો ત્યારે ગેસ વડે પ્રકાશ અને ઉર્જા મેળવવાના અનેક સાધનો હતો. તેમાં ડલેન લાઈટ મુખ્ય છે. ડલેન લાઈટની શોધ નિલ્સ ગુસ્ટાફ ડલેન નામના વિજ્ઞાાનીએ કરેલી. તેણે વીજળી વિના પ્રકાશ અને ઉર્જા મેળવવાના ઘણા સાધનો શોધેલા. ૧૯૧૨માં તેને ફિઝિકસનું નોબેલ એનાયત થયું હતું.
નિલ્સ ડલેનનો જન્મ ઇ.સ.૧૮૩૬ના નવેમ્બરની ૩૦ તારીખે સ્વીડનના સ્ટેનસ્ટોપ ગામે થયો હતો. તેણે શાળામાં જઈ શિક્ષણ નહોતુ લીધું પણ ઘરે જ અભ્યાસ કરે છે. ખેડૂત પરિવારમાં જન્મેલો ડલેન કિશોરાવસ્થામાં જ ખેતી અને
પશુપાલનના કામમાં લાગી ગયો. પણ તેને ટેકનિકલ બાબતોમાં ખૂબ જ રસ હતો. કિશોર વયમાં જ તેણે દૂધમાં ફેટનું પ્રમાણ જાણવાનું સાધન બનાવેલું. આ સાધન તેણે એક વિજ્ઞાાનીને બતાવ્યું. પેલો વિજ્ઞાાની ખુશ થઈ ગયો અને ડલેનની પ્રતિભા વિકસાવવા તેને ચાલ્મર્સ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાં ભણવાની વ્યવસ્થા કરી આપી. ડલેને ૧૮૯૬માં ટેકનિકલ ક્ષેત્રે ડોકટરની ડિગ્રી મેળવી લીધી. ૧૯૦૬માં તેને એક ગેસ કંપનીમાં એન્જીનિયર તરીકે નિમણૂક મળી. અહીં જ તેણે સંશોધનો કરીને ગેસ વડે ચાલતી વિવિધ લાઈટ ગેસ વડે ચાલતી અને દિવાદાંડીમાં દૂર સુધી પ્રકાશ ફેંકવામાં ઉપયોગી થતી. ઇ.સ.૧૯૧૨માં એસિટિલીનનો પ્રયોગ કરતાં વિસ્ફોટ થયો ત્યારે ડલેન અંધ બની ગયો. ૧૯૩૭ના ડિસેમ્બરમાં તેનું અવસાન થયું હતું.
દેશ-વિદેશનું અવનવું
જાપાનમાં લગભગ ૨૦૦ જ્વાળામુખી પર્વતો છે. વિશ્વના સક્રિય જ્વાળામુખીના ૧૦ ટકા એકલા જાપાનમાં જ છે.
એશિયાનો એક જ દેશ થાઈલેન્ડ એવો છે કે જ્યાં કદી પશ્ચિમી સત્તા નહોતી.
ઈ.સ. ૧૬૩૧માં છપાયેલા એક બાઈબલમાં સેવન્થ કમ્પાન્ડમેન્ટમાં 'કદી દૂરાચાર કરીશ નહીં વાક્યમાં ભૂલથી 'નહીં છાપવાનું રહી ગયેલું. આ બાઈબલ આજે પણ 'વિકેડ એટલે કે ખરાબ બાઈબલ તરીકે જાણીતું છે.
ગ્રીસનું હવામાન એટલું શાંત છે કે ત્યાં મોટાભાગના થિયેટરો ઓપનએર હોય છે.
સૌથી ટૂંકુ યુદ્ધ ઈ.સ. ૧૮૯૬માં ઝાંઝીબાર અને ઈંગ્લેન્ડ વચ્ચે લડાયેલું. માત્ર ૩૮ મિનિટમાં જ ઝાંઝીબારે શરણાગતિ સ્વીકારેલી.
અમેરિકાએ અલાસ્કા વિસ્તાર રશિયા પાસેથી વેચાતો લીધેલો અને એક એકરના બે સેન્ટ ચૂકવેલા.
ફિનલેન્ડ સૌથી વધુ તળાવ ધરાવતો દેશ છે. ત્યાં લગભગ ૧૮૭૮૮૮ તળાવ છે. તમામ ૫૦૦ ચોરસમીટરના છે. કેનેડામાં પણ બે લાખ કરતાં વધુ તળાવ છે. તળાવની વ્યાખ્યા ગુંચવણભરી હોવાથી સૌથી વધુ તળાવ ધરાવતા દેશનું બિરૂદ વિવાદાસ્પદ છે.
બેલ્જિયમમાં સ્ટ્રોબેરીનું મ્યુઝિયમ છે. તેમાં જાત જાતના સ્ટ્રોબેરી, તેની વાનગીઓ અને સ્ટ્રોબેરીના બગીચાનું મધ પણ જોવા મળે છે.
હાઈડ્રોલિક સિસ્ટમ શું છે?
બુ લડોઝર અને ક્રેન જેવા સાધનો પ્રચંડ વજન ઊંચકતા હોય છે. આપણને નવાઈ લાગે બુલડોઝરની આટલી બધી તાકાત ક્યાંથી આવતી હશે? ભારે વજન ઊંચકતા આ સાધનોમાં હાઈડ્રોલિક સિસ્ટમ હોય છે. નળાકારમાં ભરેલા કોઈપણ પ્રવાહીની ઉપર દબાણ કરીએ તો તે દબાણ પ્રવાહીમાં ચારેતરફ ફેલાય છે. જો આ નળાકારમાં બીજી પાંચ નળીઓ જોડવામાં આવે તે નળાકારમાં આપેલું દબાણ પાંચ ગણું થઈને મળે છે. આ નિયમ પાસ્કલ નામના વિજ્ઞાાનીએ શોધેલો. બુલડોઝર અને ક્રેનમાં વપરાતી હાઈડ્રોલિક સિસ્ટમના નળાકારમાં ઓઈલ ભરેલું હોય છે. સાંકડી નળીમાં ભરેલા ઓઈલનું ઉપરનું દબાણ પહોળી નળીમાં જતા અનેકગણું થઈ જાય છે. આમ, બુલડોઝરને શક્તિ મળે છે.