કુદરતી અજાયબી ગ્રીસનો માઉન્ટ ઓલિમ્પસ
પૃથ્વી પર અનેક પર્વતો આવેલા છે. સ્થળ અને આબોહવાને કારણે દરેક પર્વત ઘણી વિશિષ્ટતા ધરાવતા હોય છે. અને એક બીજાથી જુદા પડતા હોય છે. ઊંચા પર્વતો એટલે આપણી કલ્પનામાં બરફનાં શિખરો આવે પરંતુ ઘણા પર્વતો જંગલોથી ભરચક હોય છે.
ગ્રીસમાં આવેલો બાવન શિખરવાળી માઉન્ટ ઓલિમ્પસ સૌથી વધુ વનસ્પતિ અને સજીવ સૃષ્ટિ માટે જાણીતો છે. યુરોપનો આ સૌથી ઊંચો પર્વત છે. તેનું સૌથી ઊંચુ શિખર ૯૮૦૦ ફૂટ ઊંચુ છે. આ પર્વત વરસાદથી કદી પલળતો નથી એવી દંતકથા છે.
માઉન્ટ ઓલિમ્પક પર ૧૭૦૦ જાતના ફૂલ છોડ થાય છે. ૩૨ જાણીતા પ્રાણીઓ અને ૧૦૮ જાતના પક્ષીઓ જોવા મળે છે જે વિશ્વમાં અન્ય સ્થળે ભાગ્યે જ જોવા મળે. ૨૨ જાતના સાપ, દેડકા, કાચબા અને ગરોળી પણ અહીંની વિશેષતા છે. ગ્રીસનો આ સૌથી ઊંચો નેશનલ પાર્ક છે.