'અભિવ્યક્તિની મુક્તિ'ના સમર્થક મસ્કનું નામ 'શાંતિ નોબલ પ્રાઈઝ' માટે સૂચવવામાં આવ્યું
- યુરોપીય પાર્લામેન્ટના સાંસદ બ્રેન્કો ગ્રીમ્સે આ નામ સૂચવ્યું, નોબલ કમિટીએ કહ્યું : તે સૂચન અમોને વિધિવત મળી ગયું છે
બુ્રસેલ્સ : યુરોપીય પાર્લામેન્ટના સાંસદ બ્રેન્કો ગ્રીમ્સે, અભિવ્યક્તિના સમર્થક અને ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્કનું નામ ૨૦૨૫નાં શાંતિ-નોબલ પ્રાઈઝ માટે નોબલ પ્રાઈઝ સમિતિને મોકલી આપ્યું છે. ઈ-મેઈલ દ્વારા મોકલવામાં આ સૂચનનો પ્રત્યુત્તર આપતા, નોર્વજિયન નોબેલ કમિટિએ બ્રેન્કો ગ્રીમ્સને ઇ-મેઈલ ઉપર જ જણાવ્યું હતું કે, ૨૦૨૫ના (શાંતિ માટેના) નોબલ પ્રાઈઝ માટે, તમોએ મોકલેલું નામ વિધિવત મળી ગયું છે.
ઇલોન મસ્ક માનવ અધિકારો અને અભિવ્યક્તિની મુક્તિ અંગે સતત પ્રયાસો કર્યા છે. તેમજ વિશ્વ શાંતિ માટેના પણ તેઓ સમર્થક રહ્યા છે. તેથી તેઓનું નામ શાંતિ માટેનાં નોબલ પ્રાઈઝ માટે મેં નોબલ પ્રાઈઝ સમિતિને મોકલી આપ્યું છે. તેમ બ્રેન્કો ગ્રીમ્સે જણાવ્યું હતું.
ગ્રીમ્સની સાથે અન્ય વિચારકો અને યુરોપીય સંસદના સાંસદો પણ જોડાયા હતા. તે સર્વેનો આભાર માનતાં ગ્રીમ્સે ઠ પોસ્ટ પર જણાવ્યું હતું કે, જેઓ મારી સાથે આ પ્રસ્તાવમાં જોડાયા હતા અને જેઓએ મને આ પડકારરૂપ કાર્યવાહીમાં સાથ આપ્યો છે, તે સર્વેનો હું આભારવશ છું.
ઉલ્લેખનીય છે કે, ટેસ્લાના વડા અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં આંતરિક વર્તુળના એક
મહત્વના સભ્ય ઇલોન મસ્ક સોશ્યલ મિડીયા પોસ્ટસ અને આર્ટિકલ્સ દ્વારા વિશ્વભરના વિશેષત: યુરોપના બુદ્ધિજીવીઓના સતત સંપર્કમાં રહે છે અને વિશ્વ શાંતિ તથા અભિવ્યક્તિની મુક્તિ માટે તેઓનું સમર્થન માગતા રહે છે.