દરિયાનાં મોજાંની ઊંચાઈનું માપ

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
દરિયાનાં મોજાંની ઊંચાઈનું માપ 1 - image


હવામાન અને વરસાદના વર્તારાના સમાચારોમાં દરિયામાં કેટલી ઉંચાઈના મોજાં ઉછળશે આગાહી પણ કરવામાં આવે છે. દરિયાના મોજાંની ઊંચાઈનું ખાસ મહત્વ છે. નેવલ એન્જિનિયરિંગ અને સાગરખેડૂઓ માટે તે ઉપયોગી છે. દરિયાના મોજાંની ઊંચાઈ કેવી રીતે માપવામાં આવે છે તે જાણો છો ? દરિયા કિનારે પાણીના લેવલનું માપ દર્શાવતી પેનલ હોય છે. દરિયો શાંત હોય ત્યારે તેનું લેવલ માપવામાં આવે છે. મોજાં ઊછળે ત્યારે સૌથી વધુ ઊંચાઈનું માપ લેવામાં આવે છે. તેને ક્રેસ્ટ કહે છે. તે જ રીતે સૌથી નીચા મોજાંની ઊંચાઈને ટ્રફ કહે છે. બંને મોજાંની ઊંચાઈનો તફાવત એટલે મોજાંની ઊંચાઈ. સમુદ્રના મોજાંનો સમયગાળા સાથે સરખામણી કરીએ પિરિઓડિક વેવ્ઝનું માપ પણ કાઢવામાં આવે છે. તે માટે વિવિધ પ્રકારના ગાણિતિક સૂત્રોનો ઉપયોગ થાય છે.

હવામાન વિભાગ દર છ મિનિટે દરિયાના પાણીના લેવલમાં થતા ફેરફારની નોંધ લઈ આગાહી કરે છે. જે હવામાન ખાતાની ઓફિસમાં આ સુવિધા હોય તેને રેફરન્સ સ્ટેશન કહે છે. રેફરન્સ સ્ટેશન દરિયાની સપાટી યંત્રોની તમામ માહિતી મુખ્ય હવામાન કચેરીને મોકલે છે.


Google NewsGoogle News