Get The App

લિયોનાર્ડો દ વીન્સી અને ઉડતો છોકરો .

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
લિયોનાર્ડો દ વીન્સી અને ઉડતો છોકરો                              . 1 - image


- એ અજબ કામગીરીમાં કોઈક અભેદ વિશાળ મૂર્તિ હશે કે પછી અદ્ભૂત લશ્કરી-શસ્ત્ર હશે! કોઈ ન સમજાય તેવી તોપ હશે કે આકાશના ઝીણામાં ઝીણી તારાને ભેદી શકતું દુરબીન હશે...

- એક વખત 'તર્ક' આવ્યો કે 'વર્ક' શરૂ થયું જ સમજો

- જે કંઈ 'અભી' નથી થતું તે 'કભી' થતું જ નથી

ત્યા રે આકાશમાં રોકેટો, વિમાનો, બલૂનો ઊડતા ન હતા. ઝોરોે જ્યારે નાનો હતો ત્યારે આકાશ માત્ર પંખીઓનું હતું. ઊડતા પંખીઓનું ઉદ્યાન અને સામ્રાજ્ય.

પણ એક માનવી વળી કંઈક જુદું જ વિચારતો તેને આકાશ એકદમ ભર્યું ભર્યું લાગતું.

'ઝોરો,' તે કહે : 'મારા પ્રિય શિષ્ય, જોજે તું, જોજે,એક દિવસ માણસો વાદળાં પર સવારી કરતા હશે.વાદળાને વાહન બનાવીને તેની ઉપર ઊડતા હશે. તેની સાથે સ્પર્ઘા કરતાં હશે. આકાશમાંથી તેઓ નીચે જોતા હશે. આ દુનિયામાં ઝોરો, અશક્ય કંઈ જ નથી...'

'શું કહ્યું, ગુરૂજી?'

'બઘું જ શક્ય છે.'ગુરૂજી કહે : 'અશક્ય અસંભવ,નહીં થાય, એવું તે કંઈ હોતું હશે? આ બઘાં શબ્દો શબ્દકોશમાંથી નીકળી જશે. બહાર ફેંકાઈ જશે.'

એવાં અદ્ભુત સપનાંઓ જોનાર માનવી તે લિયોનાર્ડો દ વિન્સી.

કોઈ એને લેનાર્ડ કહે, કોઈ એને વિન્સી ડે. લાંબી ફરફરતી ગુચ્છાદાર દાઢીવાળા એ દ્રષ્ટાને કોઈની પરવા જ ન હતી. જેને જે કહેવું હોય તે કહે, કોઈના કહેવા બોલવા સાંભળવાની તેને કોઈ ચિંતા ન હતી. તે આ દુનિયાનો જ માનવી હતો, છતાં જાણે આ દુનિયાથી પર હતો. ઉપરનો હતો. બહાર હતો. આ દુનિયાની રહેણીકરણી, રીત-રીવાજ તેને કંઈ પડી જ ન હતી.

એના સ્ટુડિયોમાં બઘી જ શક્યતા હતી. નકામી કોઈ ચીજ વસ્તુ હતી જ નહીં. તેનું કામ શરૂ થાય તે પહેલાં તે જાતે જ બઘું ગોઠવતો અને કામ પતે પછી જાતે જ બઘું ઊંચું મૂકતો, કેમ કે કયારે, કંઇ 'નકામી'વસ્તુ 'કામની' બની જાય, તેની તેને ય ખબર ન હતી.

તેને સપનાઓ જોવાની આદત હતી. સ્વપ્નદ્રષ્ટા તો વીન્સી. સપનું જોયું નથી કે તેને જમીન પર ઊતારવા મંડી પડતો. તે કહેતો : સપનાઓ માત્ર જોવા માટે નથી, માર્ગદર્શન માટે છે. સપનાઓ કહે છે, આવી જ રચના ધરતી પર હશે, જમીન પર કરો,આ સપનું તમારી સૃષ્ટિ માટે છે.

તે ચિતારો તો હતો, શિલ્પી હતો, સંગીતકાર હતો, વૈજ્ઞાનિક હતો, આકાશદર્શી હતો, ભૌગોલિક હતો, વહાણવટી હતો, સમુદ્શાસ્ત્રી હતો, જ્યોતિષી હતો, જે તરંગ તેના મનમાં આવે તેને આકાર આપવામાં જ તે ખોવાઈ જતો. અભ્યાસ તેનું લક્ષ, પરિણામ તેનું નિશાન, વિચાર તેનો આચાર, આકાર તેનું ધ્યેય. થવાનું હોય તે થાય, એક વખત 'તર્ક' આવ્યો કે 'વર્ક' શરૂ થયું જ સમજો. 'પછી' અને 'કાલે' જેવા શબ્દોને તેણે હાંકી કાઢયા હતા. આજ ભાઈ, અત્યારે જ! તેના જીવવાનું ધ્યેય અત્યારે જ નહીં,  પણ અબઘડી, અભી કા અભી!

તે કહેતો : જે કંઈ અભી નથી થતું તે કભી થતું જ નથી, બલકે થતું જ નથી.

નાનકડો ઝોરો તો ગુરૂજી લેનાર્ડ વીન્સીની નોટબુકો જોઈજોઈને આભો થઈ જતો. કોઈ જગા ખાલી નહીં. તેમાંની આકૃતિ, પ્રકૃતિ, નિશાનીઓ રેખાઓ, ચિતરણો, ભાષા કંઈ જ સમજાય તેવાં ન હતાં. તેમને લખવા માટે કાગળ જ જોઈએ એવું નથી, ભીંત પર, ટેબલ પર, જમીન પર, અરે ફર્શ પર કે લખી નાખે. એક વખત લખ્યું કે પછી કોઈ તેને ભુંસી શકે નહીં. તે ચાકથી લખે,પેન્સિલથી લખે, કોલસાથી લખે, રંગોથી લખે, હાથમાં જે આવ્યું તેનાથી લખી દે, લખવું અગત્યનું છે, જે લખી નથી લેતા તે કદી વિચારક બની શક્તા નથી.

'ઝોરો...' ગુરૂજી કહે: 'આપણે દરેક ઘટના સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. તેને આગળ વધારવી જોઈએ. જે ચીજ ઉપયોગી નથી તેને ઉપયોગી બનાવવી જોઈએ. કુદરતે આપણને ઘણી વસ્તુઓ તૈયાર આપી છે. આપણે તેને મઠારવી-સોહામણી બનાવવી જોઈએ.'

ઝોરો સાંભળી રહેતો, પણ ઝોરો સાંભળે કે નહીં તેની સાથે ગુરૂજીને લેવા-દેવા નહીં. 'કોણ છીએ? શું કામ છીએ?' કહેનારા આપણને માણસ કહે છે તો આપણે માણસ કેમ છીએ? આપણે ક્યાંથી આવ્યા? ક્યાં જઈશું? આપણે જીવીએ છીએ તો જિંદગી શું છે? વૃક્ષો જમીનમાંથી ઊગે છે તો કેમ ઊગે છે, કોણ તેને ઊગાડે છે? શું કામ ઊગાડે છે? તે ન ઊગે તો ચાલે કે કેમ?'

બોલતાં બોલતાં ગુરૂજી જાતે ફરી ગયા. ગોળગોળ ફરીને તેઓ કહે કે : 'આપણી પૃથ્વી ફરે છે, ગ્રહો ફરે છે, શું કામ ફરે?'

ભમરડો ફેરવીને તેઓ કહે : 'આ ભમરડો મેં ફેરવ્યો તો પૃથ્વીનો ભમરડાને કોણ ફેરવે છે? એની જાળી (દોરી)કયાં છે? એ જ ચાર (ધરી) કંઈ જગાએ છે?'

બે હાથ પહોળા કરી ઊંચા ટેબલ પરથી ભુસ્કો મારી તેઓ કહે : 'પક્ષીઓ ઊડી શકે છે, આપણે કેમ ઊડી શકતા નથી?'

ઝોરોને બઘું સાંભળવું ગમતું, સમજાતું કંઇ જ નહીં. તેને  તો એમ કે આપણે નથી ઊડતા તો નથી ઊડતાં, એમાં વળી પંચાત શા માટે?

'પણ ના,' ગુરૂજી કહે : 'પંચાત ખરી જ. આપણે ય ઊડવું જ છે. પંખી ઊડે અને આપણે કેમ ન ઊડાય? આપણેય ઊડીશું, ઊંચા આસમાને ઊડીશું. આપણેય બુડીશું, દરિયાને ઠેઠ તળીએ બૂડીશું, જળચરો જેમ! તું મારી સાથે રહેજે, ઝોરો! રહેશેને?'

'હેં?' ઝોરો તો એવી બધી વાતથી જ ડરી ગયો. ગુરૂજીય કયાં ઊડી શકતા હતા? ધબાક કરતાં પડયા કે નહીં? અને પાણીમાં બે-પાંચ મિનિટ તો રહેવાનું નથી. ત્યાં વળી ઠેઠ ઊંડે માછલાંઓની જેમ તરવાની કયાં વાત રહી? દરિયામાં તરવું એટલે મરવું જ કે બીજું કંઈ?'

તરંગે તો ઝોરો પણ ચઢી જતો. પછી એવો પટકાતો કે ખો ભુલી જતો. એક વખત તે પલંગડી પર સૂતો હતો. સપનું આવ્યું. જાણે પહાડ પરથી તે કૂદે છે, ઊડે છે, કુદે છે. પડયો. પથારીમાંથી પડયો. ચારે બાજુ જોયું તો કયાં પહાડ? કયાં ખીણ? 

એક જગા એવી હતી, જયાં ઝોરો કદી જઈ શકતો નહી, કોઈક ભેદી કાર્યશાળા હશે, સંશોધન-ગૃહ હશે, અજાયબ-ઉઘોગ-મંદિર હશે! મોટા જાડા કાષ્ટના દ્રાર જડબેસલાક બંધ રહેતાં. ગુરૂજી લિયોનાર્ડો દ વીન્સી સિવાય તેમ કોઈ જઈ શકતું નહીં.

ઝોરોને એ કૌતુક - કિમિયાગૃહમાં શું છે એ જાણવાનું સદા કૂતુહલ રહેતું. તેને થતું કે એ અજબ કામગીરીમાં કોઈક અભેદ વિશાળ મૂર્તિ હશે કે પછી અદ્ભૂત લશ્કરી-શસ્ત્ર હશે. કોઈ ન સમજાય તેવી તોપ હશે કે આકાશના ઝીણામાં ઝીણી તારાને ભેદી શકતું દુરબીન હશે. 

એ બંધ દ્રારને પાર કરવાનું એને સદા મન થતું. કોઈક રસ્તો જડવો જોઈએ કે જેથી અંદર પ્રવેશી શકાય. તે વખતો વખત એ તોતીંગ દરવાજે જતો, જવાની કળબાજી અને કળાબાજી અજમાવતો પણ તેને ફાવટ આવતી નહીં. આ ગુરૂજીનું કૌશલ્ય જ એવું હતું કે બીજાને સમજાય જ નહીં. ઝોરો ફાંફા મારીને કે માથું પછાડીને પાછો આવતો પણ ફરી ફરીને જતો જરૂર.

સ્ટુડિયોમાં જે કોઈ હતું, તે બઘાંને જ કામ કરવું પડતું, મહેમાન કોઈ જ ન હતું. કામ વગર કોઈ બેસી શકતું નહિ. કામ ગમે તેટલું અઘરૂં હોય તો પણ જાતે જ કરવું પડતું. 'ન થાય' કે 'નથી આવડતું' જેવા શબ્દો અહીં બોલતા જ નહીં.

ઝોરોનું કામ જાતજાતનાં અવનવાં ચિત્રો સાથે સંકળાયેલું હતું. રંગબેરંગી ટયુબો, કંપાસ, સાઘનો, અવનવી નાની મોટી પીંછીઓ, જાડાં-પાતળાં પૂઠાં અને કાગળો! એ બધાં સાઘનો સાથે તેને રોકાયેલું રહેવું પડતું. ગંભીર ઓપરેશન કરતાં સર્જન ડોકટરની સાથે નર્સો કે સહાયકોની જે ચીવટ-ત્વરા રહેતી, તે જ સાવધાની-તત્પરતા ગુરૂ સાથે ઝોરોની રહેતીય. ગુરૂજી ઝીણામાં ઝીણી ચીજ એક જ વખત માગતા. તરતો-તરત તે બીજી જ ક્ષણે, તે જ ક્ષણે ગુરૂજીને આપી દેવી પડતી.

સહાયક ઝોરો આવું ઝીણું કામ કરતાં કરતાં ઘણું શીખી ગયો હતો. અઘીરો બનીને વારંવાર કહેતો : 'હવે તો હું મારી જ એક કાર્યશાળા ઊભી કરી શકું છું. એવો સ્ટુડિયો તૈયાર કરીશને હું, ગુરૂજી પણ આપણને ગુરૂ માની જાય! તેમાંની કોઈ શોધની માહિતી બીજો કોઈ પામી શકે નહીં...'

'તું એવું કામ જરૂર કરી શકીશ,' પોતાના કામની વચમાંથી ગુરૂજીએ કહી દીધું.

'શું...?' ઝોરોએ ઘીમેથી પોતાની જાતને જ પૂછયું. 'હું તો કંઈ બોલ્યો જ નથી...''

પણ ગુરૂજી સામેના વિચારો જાણવામાં પાવરઘા હતા. સાથીના મનમાં શા અને કેવા વિચાર ચાલી રહ્યા છે, તેની વીન્સી-ગુરૂને તરત જ ખબર પડી જતી.

'મારી સાથે થોડો વખત કામ કરનાર દરેક એવું જ વિચારે છે... ગુરૂજી છે...ગુરૂજી પોતાના શોઘ-સંશોઘન વિષયક ચિત્રકામમાં મશગુલ હતા. દરેક નવી શોધ, નવા તર્ક, નવા વિચારોને તેઓ શબ્દોમાં અને આકૃતિમાં કેન્વાસ પર ઉતારી લેતા. પોતાના મનનો દરેક ખ્યાલ તરતો તરત જ નોધાઈ જવો જોઈએ.'

પણ અઘરૂં છે.સમય જોઈએ,ધીરજ જોઈએ,નાસીપાસ કે નિરાશ થવાની તૈયારી જોઈએ ભાંગ-ફોડ થવાની કે વાગવાની તત્પરતા જોઈએ...

એક હાથે ચિત્રકામ કરતાં બીજો હાથ બતાવીને ગુરૂ કહે : ''જો''

એ હાથ પર ઘણાં બધાં રૂઝાયેલા જખ્મો હતા.પછી એ જખ્મો હાથે ચિત્રકામ લઈ લેતાં બીજા હાથના ઘા તેઓ બતાવવા લાગ્યા.

વીન્સી ગુરૂ એક સાથે બન્ને હાથે બઘુ જ કામ કરી શકતાં,ચિત્રકામ તો તેઓ એ જ રીતે કરતાં.

લિયોનાર્ડો એકદમ ભલા માનવી હતા.ભલા અને દયાળુ રસ્તામાં કોઈ પશુ-પંખી ઘવાયેલા હોય,ભુખા હોય,માંદા હોય તો તેને ઊંચકીને ઘરે લઈ આવતાં.બીજું બધું કામ ભુલીને એ પીડિત જીવની કાળજી કરતાં,તેની ચિકિત્સામાં જ તન્મય થઈ જતાં,સાજા સારા થયેલાં એ પશુ-પંખીઓ પછી અહીં જ રહી પડતાં અને ગુરૂજીના પાછળ પાછળ ફરતાં કોઈ વખત એ અબુઘ જીવો કંઇ ભાંગફોડ કરે તો,ગુરૂજી તેમને લડતાં નહિ.જાણે તેઓ સમજતા હોય એમ કહેતા : ''જુઓ બકરીબાઈ આવું નુકશાન નહિ કરવાનું શું સમજયો.''

તેમની પાઠશાળામાં ઘણાં વિર્ઘાથીઓ આવીને વસી જતાં,ગુરૂજી તેમને પણ આ પશુઓ જ સાર સંભાળ રાખવાનું કહેતા. ''એક વખત તમેય આવા જ હતા,તેઓ શિષ્યોને કહેતા''

એક દિવસ તેઓ એક વિચિત્ર જીવને પકડી લાવ્યા.સાવ જંગલી,ભારે ખેપાન,ગાંઠે નહિ,ખડે નહિ,કુદાકુદ અને બચકમ-બચકી,ફુંકાફુકી અને ઠેકાઠેકી ઘાંટોઘાટીનો પાર નહિ.એવું લાગતું હતું કે હમણાં સ્ટુડિયો ભાગીને ભુક્કો થઈ જશે. ગુરૂજીને તેણે એવા બચકાંઓ ભર્યો કે ચકામા પડી ગયા.પણ ગુરૂજી તો તેને સાચવીને  જ રાખે.

'જૂઓ ''તેમણે ઝોરોને કહ્યું : આવા જીવને તેની માતા કેવી રીતે રાખી શકે? આખા ગામનો ઊતાર છે. ફરિયાદ ત્યાં એવી લાવે કે લોકો ઘર પર પથરા જ મારે...''

અત્યારે ગુરૂજી માર ખાતા હતા. કહે : ''એની માતાને આ આમ જ પજવતો હતો. બિચારી મા કહે : ગુરૂજી આને કયાંક ઠેકાણે પાડો ને । નહિ તો પોલીસ એને પકડીને જેલમાં જ ખોંસી દેશે.કેટલી વાર છોડાવીને લાવી છું ''

ચાલુ ઝપાઝપીની વચમાં વીન્સીદા કહે : ''વાંદરાં કે રીંછ સારા. આને તે કેમ સીધો કરાય. કેટલી વાર નાસી જતો હતો,પણ હું છોડું? કહી દીઘું, જેટલા બચકાં ભરવા હોય તેટલા ભર પણ તને નહિ છોડું મારે ત્યાં તારા જેવા જ બઘા આવે છે કે દુનિયા ઓળખી શકે નહિ.''

પણ આ ઝનુની જંગલી ઝભ્ભરિયા માટે એમ કહેવું વધારે પડતું હતું.

ગુરૂજી લાવ્યા ત્યારે એ ઓળખાતો જ ન હતો. ભલા વાઘ વરૂ દીપડા ઝરખને ઓળખી શકાય,આવા ભીચ્છરિયાને કેવી રીતે ઓળખાય?

વીન્સીદાના  હાથને બચકું ભરતા તે કહે : ''ધરરર હાઉ । ''

ગુરૂજી કહે : ''હું તારુ નામ સેલાઈ રાખું છું સેલાઈ સમજે છે ને? સમજી જશે. સેલાઈ એટલે નાનકડો શેતાન તું એવો જ છે. એવાથી ય જાય તેવો''

અને સેલાઈ આ ધર્મશાળામાં રહી ગયો. તોફાન કરનારા પણ તોફાન કરીને થાકી જાય છે.જો કે જે થાકે તેને શેતાન કેમ કેહવાય? સેલાઈ થાક્યો કે નહિ,તેની ખબર પડી નહિ,પણ તેને અહીં રહેવું પડયું.અહીં રહેતા ટેવાવુ પડયું.બધા સુધરી જાય છે,એ માન્યતા વધારે પડતી છે,જેને નથી સુધરવું તે નથી જ સુધરતાં.


Google NewsGoogle News