લજામણીનો છોડ... .
પ્રા ણીઓની જેમ વનસ્પતિમાં પણ આત્મરક્ષણની અજાયબ વિશેષતા જોવા મળે છે. તેમાં લજામણી સૌથી વધુ સંવેદનશીલ છે. ભારત સહિત દક્ષિણ એશિયામાં થતો આ છોડ 'ટચ મી નોટ પ્લાન્ટ' તરીકે જાણીતો છે. તેનું બોટાનિકલ નામ મીમસા પુડિકા છે.
લજામણીનો છોડ દોઢેક મીટર ઊંચો હોય છે તેને આમલી જેવા ઝીણાં પાન હોય છે. આ પાનનો આપણે સ્પર્શ કરીએ કે તરત જ બિડાઈ જાય છે. કોઈ પણ ચીજનો સ્પર્શ તે સહન કરી શકતી નથી. તેના પાનમાં ખાસ પ્રકારના કોશો હોય છે. તેમાં પોટેશિયમ આયન છુટા પડે છે અને પાણીનું દબાણ વધતાં જ તે બિડાઈ જાય છે. લજામણીને પીળા ફૂલ આવે છે. આ છોડ વિજ્ઞાાનીઓને અભ્યાસમાં ખૂબ જ ઊપયોગી થયો છે. જો કે ખેતરમાં આ છોડ અન્ય પાકને નુકસાન કરે છે.