એશિયા ખંડ વિશે આટલું જાણો
એશિયા પૃથ્વી પરનો સૌથી મોટો, સૌથી વધુ વસતિ ધરાવતો ખંડ છે તે પૃથ્વીના જમીન વિસ્તારનો ૩૦ ટકા ભાગ રોકે છે.
વિશ્વના મોટા ભાગના ધર્મોનું મૂળ એશિયામાં છે.
જંગલી વાઘ માત્ર એશિયામાં જ જોવા મળે છે, આફ્રિકામાં પણ નહિ.
પાલતુ બિલાડીની જાત એશિયામાં ઇ.સ. પૂર્વે ૮૦૦માં પેદા થઈ હતી.
એશિયા ખંડમાં ૪૮ દેશો છે જેમાં સૌથી નાનો દેશ માલદિવ્સ છે.
વિશ્વના સૌથી વધુ વસતિ ધરાવતા મોટા ૧૦ શહેરોમાંથી ૭ શહેર એશિયામાં છે.
વિશ્વનું સૌથી ઊંચુ શિખર માઉન્ટ એવરેસ્ટ અને સૌથી નીચું સ્થળ ડેડ સી એશિયામાં છે.
વિશ્વનાં સૌથી ઊંચા ૧૦ બિલ્ડિંગમાથી ૯ એશિયામાં છે.
વિશ્વમાં પ્રથમ ખેતી અને વેપાર એશિયામાં શરૂ થયેલા.
વિશ્વનું સૌથી મોટું મંદિર અંગકરોવાટ એશિયામાં છે.